News of Saturday, 24th January 2026
ગોંડલમાં સ્કુલમાં પરીક્ષા આપી પ્રેમસંબંધમાં ગૂમ થયેલી બન્ને સગીરા ધોરાજી પાસે મળી આવીઃ બે શખ્સોની ધરપકડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૪: ગોંડલ માં બે દિવસ પહેલા ગુમ થયેલી બે સગીરાઓ તથા તેની સાથે રહેલા બે શખ્સોને ભગાડનાર નાં વતન થી પોલીસે જડપી લઇ બન્ને સગીરાઓ નું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ, જ્યારે સાથે રહેલા બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેર ની મધ્યમાં આવેલી એક સ્કુલ માં ધોરણ નવ માં અભ્યાસ કરતી સગીર વય ની બે સખીઓ તા.૨૦ નાં પરીક્ષા આપી સ્કુલે થી નિકળ્યા બાદ ભેદી સંજોગો માં ગુમ થતા તા.૨૧ નાં ગુમસુદા ફરિયાદ એ-ડીવીઝન પોલીસ માં ફરિયાદ નોંધાઇ હતી. બનાવ નાં પગલે પી ઓલ.આર.અ ગોહિલ, પીએસઆઇ પંડ્યા તથા સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરી હ્યુમન સોર્સ નાં આધારે પગેરુ દબાવી ગત રાત્રે ધોરાજી નાં ભુખી ગામ નજીક થી બન્ને સગીરાઓ તથા તેને ભગાડી જનારા બે શખ્સો ને જડપી લઇ પુછપરછ હાથ ધરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રો અનુસાર નાગડકા રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટીમાં રહેતા હાર્દિક જેન્તીભાઈ શેખવા ઉ. ૨૦ તથા પરેશ ઉર્ફ ડોન કાનજીભાઇ પરમાર ઉ.૨૦ છેલ્લા બે વર્ષ થી સગીરાઓ સાથે પરીચય માં હોય મૈત્રી બાદ પ્રેમ સંબંધ બંધાતા તા.૨૦ ની બપોરે બન્ને શખ્સો બન્ને સગીરા ને ભગાડી હાર્દિક નાં મુળ ગામ ભુખી પંહોચ્યા હતા.દરમિયાન ત્યાંથી બીજે કયાંય ભાગે તે પહેલા પગેરૂ દબાવતા પીઆઇ. એલ.આર.ગોહિલ અને તેની ટીમે દબોચી લીધા હતા.
સગીરાઓ ને ભગાડનાર હાર્દિક નાગડકા રોડ પર પાન બીડી ની કેબીન ચલાવતો હતો.જ્યારે પરેશ માર્કેટયાર્ડ પાસે આવેલી હોટલ માં કામ કરતો હતો.રાત્રીનાં મોટેભાગે હોટલ નાં ઓટલે સુઇ રહેતો હતો.તેના પિતા કાનજીભાઇ ડ્રાઇવિંગ નું કામ કરેછે.પરેશ તેના પિતા નાં આગલા ઘર નું સંતાન છે. પોલીસે મેડીકલ ચેકઅપ સહીત કાર્યવાહી હાથ ધરી છે. ગુમ થયેલી સગીરાઓ ને એ-ડીવીઝન પોલીસે ગણતરી ની કલાકોમાં શોધી લેતા તેનાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
