જુઓ સમાચારો ઉડતી નજરે... 11:49 PM
જુઓ સમાચારો ઉડતી નજરે... 11:49 PM
ભુજની શિફા હોસ્પિટલ ખાતે તબીબો અને ટ્રસ્ટીઓ વચ્ચે ગોષ્ઠિ યોજાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૩: ભુજ ખાતે બાંધકામના અંતિમ તબક્કામાં પહોંચેલ કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલમાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને તબીબો વચ્ચે હોસ્પિટલના ભાવિ આયોજન અંગે ચર્ચા વિચારણા યોજાઈ જેમાં ટ્રસ્ટીઓએ કચ્છમાં આરોગ્ય સેવાઓની જરૂરતનો ચિતાર રજૂ કર્યો હતો અને તબીબોએ હોસ્પિટલ સંચાલન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીએ તબીબોને સંબોધતા કહ્યું હતું કે, કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ કચ્છમાં એક પ્રેરણાત્મક માનવમંદિરનું રૂપ ધારણ કરશે જ્યાં તમામ ધર્મના લોકોને નાત-જાતના ભેદભાવ વગર રાહત દરે સચોટ સારવાર ઉપલબ્ધ થશે. આ નેક કાર્યમાં તેમણે તબીબોનો સહકાર માંગ્યો હતો.
ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રીએ જણાવ્યું કે, હોસ્પિટલનું સંચાલન એ મેડિકલ ક્ષેત્રના લોકોનું કામ છે માટે તબીબોએ હૃદયપૂર્વક આ કાર્યમાં સાથ સહકાર આપવું જોઈએ, પોતાના મંતવ્યો રજૂ કરવા જોઈએ. ટ્રસ્ટના મંત્રી યુસુફ એ. જતે કહ્યું હતું કે, વ્યક્તિગત કારકિર્દી ઘડતર અગત્યનું કામ છે સાથે સામૂહિક સામાજિક જવાબદારીઓ નિભાવવી વર્તમાન સમયે અત્યંત જરૂરી બની ગઈ છે. ટ્રસ્ટના મંત્રી ઈસ્માઈલ એ. સોનેજીએ કહ્યું કે, નેક નિયતી પરિશ્રમને આનંદદાયક બનાવે છે. આ મંત્ર સાથે તબીબોએ સહકારનો હાથ લંબાવવો જોઈએ.
ડો. તારેક ખત્રી (ન્યૂરો સર્જન)એ કહ્યું કે, ઈમારત સંસ્થાની માલિકીની છે, મેડિકલ ઈક્વિપમેન્ટ્સની માલિકી અને આર્થિક નબળા વર્ગ માટે ઝકાત ફંડની ઉપલબ્ધી સંચાલન સરળ બનાવશે. ડો. ફહીમ લાલાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત તબીબોના ઉત્સાહને બિરદાવ્યો હતો. ડો. અકસા ખત્રીએ સ્ટાફ નિમણુંક અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સ્ત્રી રોગ વિભાગ હેઠળ બહેનોને પડી રહેલી મુશ્કેલીઓ વર્ણી હતી. ડો. નૌશાદ ખત્રી, ડો. નૌશાદ રાવજાણી, ડો. અંકુર ધાનાણી, ડો. અલતાફ ખોજા, ડો. અમીન અરોરા, ડો. જૈનુલઆબેદીન ખત્રી, ડો. હાજીઈસ્માઈલ બાયડ, ડો. શાહીન સમા, ડો. ઉમર ફારૂક મિસ્ત્રી, ડો. શમ્મુદ્દીન ખોજા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. આર્કિટેક્ટ ફૈસલ એ. ખત્રીએ બિલ્ડીંગ આર્કિટેક્ચરની વિગતો તબીબોને સમજાવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં તિલાવતે ર્કુઆન ટ્રસ્ટી હાજીસલીમ મેમણે કરી હતી.
શિફા હોસ્પિટલના ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટીઓ હાજીયાકુબ સોનારા, હાજીસલીમ મેમણ, હાજીરશીદ ખત્રી, હાજીસિદ્દીક ત્રાયા, CA ઝહીર મેમણ, માનદ્ મેનેજર હાજીઈબ્રાહીમ જત ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
