News of Saturday, 24th January 2026
લોધિકામાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પંચાયત કચેરીની મુલાકાતે ડી.ડી.ઓ.
અનંદુ સુરેશ ગોવિંદએ કામગીરીની તપાસ કરી

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ લોધિકા તાલુકામાં જુદા જુદા સરકારી કેન્દ્રોની મુલાકાત લઇ કામગીરીની જાણકારી મેળવેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા. ર૯ : જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદએ જિલ્લાનાં લોધીકામાં મામલતદાર ઓફીસ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રજૂ થયેલ પ્રશ્નોને હકારાત્મક અભિગમ રાખી નિરાકરણ કરેલ ત્યારબાદ તાલુકા પંચાયતની મુલાકાત કરવામાં આવી જયાં પદાધિકારીઓ સાથે લોકસંવાદ કરવામાં આવ્યો તથા અધિકારીઓ તથા સંકલન સમિતીનાં સભ્યો સાથે બેઠક કરી કામગીરીની જાણકારી મેળવવામાં આવી તથા જરૂરી સુચનાંઓ આપવામાં આવી. લોધીકા આંગણવાડી કેન્દ્ર-રની મુલાકાત લઇ બેનીફીશીયરી એડીશનની કામગીરીની રૂબરૂ ચકાસણી કરવામાં આવી. કામગીરી ઝડપથી પુર્ણ કરવા સુચનાં આપવામાં આવી. ડોકયુમેન્ટનાં અભાવે પોષણ ટ્રેકરમાં જે લાભાર્થીઓ રહી ગયા હોય તેની ઝુંબેશનાં સ્વરૂપે કામગીરી કરી રજીસ્ટ્રેશનની કામગીરી પુર્ણ કરવા સુચનાં આપી. લોધીકા સબ સેન્ટરની મુલાકાત દરમ્યાન NOAS મુજબની પ્રેગન્નસી ટેસ્ટ, હિમોગ્લોબીન, યુરીન આબ્લ્યુમીન અને સુગર, બ્લડ સુગર, મેલેરીયા, ડેન્યગુ વિગેરે વિગેરે કુલ ૧૪ રીપોર્ટની કામગીરીની ચકાસણી કરતા સબસેન્ટર કક્ષાએ NOAS ના તમામ પેરામીટર યોગ્ય જણાઇ આવેલ હતા.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
