<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મોરબી અને હળવદના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા ૩૨ જીવ બચાવ્‍યા

 

મોરબીઃ મોરબી અને હળવદના ગૌરક્ષક વિશ્વ હિદુ પરિષદ બજરંગદળના કાર્યકરોએ લઈ જવાતા ૩૨ જીવો બચાવ્‍યા છે. મોરબી અને હળવદ ગૌરક્ષક, વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્‍હી ગુજરાત, હિન્‍દુ યુવા વાહિની ગૌરક્ષકને માહિતી મળી હતી કે, કચ્‍છ થઈને માળિયા થઈને અમદાવાદ કતલ કરવાના ઈરાદે જીવ એક ગાડી જેના નંબરGJ 23.V. 4648 માં ભરીને કતલખાને લઈ જવાના છે. માહિતી મળતા ગૌરક્ષકો વોચમાં બેઠા હતા. ત્‍યારે બાતમી મુજબની ગાડી માળિયા બાજુથી આવતા હળવદ પોલીસના સહયોગથી રોકાવીને ચેક કરતા ૩૨ જીવોને ક્રુરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હતા. જેથી વાહનચાલકની પુછપરછ કરતાં તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું જણાયું હતું. ત્‍યારબાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.

(12:35 PM IST)