<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

બગદાણા હુમલા કેસમાં ન્યાય અપાવવા કોળી સમાજ મેદાને :પહેલી ફેબ્રુઆરીએ ભાવનગરમાં એક ‘ન્યાય સભા’

કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજના દરેક વ્યક્તિને આ ન્યાય સભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે હાંકલ

ભાવનગરમાં બગદાણાના સેવક પર થયેલા હુમલાના મામલે હવે વિવાદ વધુ વકર્યો છે. પીડિત નવનીત બાલધીયાને ન્યાય અપાવવા માટે સમગ્ર કોળી સમાજ મેદાને આવ્યો છે. આ હુમલાના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે આગામી 01 ફેબ્રુઆરીએ ભાવનગરમાં એક ‘ન્યાય સભા’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ન્યાય સભા કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં યોજાવા જઈ રહી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. સભાના સફળ આયોજન માટે અત્યારથી જ વિવિધ વિસ્તારોમાં રાત્રી બેઠકોનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે.

 

કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજના દરેક વ્યક્તિને આ ન્યાય સભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે હાંકલ કરવામાં આવી છે. આ સભામાં ખુદ ભોગ બનનાર નવનીત બાલધીયા પણ હાજર રહેશે. આ કાર્યક્રમ દ્વારા સમાજ પોતાની શક્તિનું પ્રદર્શન કરી પ્રશાસન પાસે વહેલી તકે ન્યાયની માંગણી કરશે.

 

આ અંગે ગીરસોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યુ કે SIT ની તપાસ સંપૂર્ણ ગુપ્ત રીતે થતી હોય છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના દ્વારા કોઈ જાહેરાત પણ કરવામાં આવતી નથી. હવે આ તપાસના અંતે જો અમને સંતોષજનક ન્યાય નહીં મળે તો અમે નવનિત બાલધિયાની સાથે છીએ અને તેની અપેક્ષા મુજબ આગળની કાર્યવાહી કરશુ. સમગ્ર સમાજ નવનિતની સાથે છે.

(6:35 PM IST)