<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

વિસાવદરમાં ૨૬મી જાન્યુઆરીએ આઈ શ્રી ખોડીયાર માતાજીની ૧૯મી જન્મ જયંતી ઉજવાશે

તડામાર તૈયારીઓ શ્રી ભાગીરથી માતાજી તરફથી ભવ્ય આયોજન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર ખાતેસતીઆઈમાતાજીના આદેશથી શ્રી કુળદેવી ખોડીયાર માતાજીનો જન્મ જયંતી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા. ૨૬ મી જાન્યુઆરી ના રોજ સવારમાં ડી.જે.ના નાદ સાથે ધ્વજારોહણ, કેક કાપવી, છપ્પન ભોગ, મહા આરતી વિગેરે ગંજીવાડા ખાતે આવેલ માતાજીના મંદિરે સવારે ૬-૩૦ થી ૮-૩૦ કલાકે યોજાશે જ્યારે દીપ પ્રાગટ્ય અને માતાજીના જન્મદિવસની ઉજવણી  સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ કલાકે યોજાશે  અને બપોરના ૧૨-૦૦ કલાકે બટુકભોજન પ્રસાદ  વિસાવદર ખાતે રાખવામાં આવેલ છે તે સાથે વિવિધ સ્કૂલના બાળકોને બટુક ભોજન કરાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ અંગે જુદી જુદી સમિતિઓની રચના કરી જુદી જુદી કામગીરી કરવા માટે જુદા જુદા મંડળો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે 

   આ પ્રસંગે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય લાપસીની કેક બનાવી આ કેક કાપવામાં આવશે અને ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આઈ શ્રી ખોડીયાર માતાજીના સાતેયબહેનો રૂપે કુંવારીકાઓ માતાજીના વેશ ધારણ કરી સાક્ષાત માતાજી સ્વરૂપે દર્શન આપતી હોય તે રીતે ઉપસ્થિત રહેશે જે ૭ માતાજીનું સન્માન કરવામાં આવશે 

  આ ઉપરાંત ખોડીયાર માતાજી ના પિતા મામલ દેવ માતા દેવલ આઈ તથા ભાઈ મેરક અને ખોડીયાર માતાજીના સાતેય બહેનો આવળબાઈ જોગડબાઈ,તોગડબાઈ,હોલબાઈ, બીજલબાઈ, સોસાઈબાઈ, જાનબાઈ અને સૌથી નાના આઈ શ્રી ખોડલમાં એમ સાતે બહેનો જુદી જુદી કુવારીકાઓ બની ઉપસ્થિત રહેશે  આજ દિવસે  ૧૨-૦૦ વાગે માતાજીને થાળ ધરવામાં આવશે 

  અત્રે ઉલ્લેખનીય છે કે, દર પુનમે માતાજી દ્વારા આશરે ૩૫૦ થી ૪૦૦ બાળકોને વિવિધ અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ચીજ વસ્તુઓ આપી બટૂક ભોજન કરાવવામાં આવે છે જેમાં પાઉચ પેન્સિલ ચોપડા ચોકલેટ વિગેરે આપવામાં આવે છે બટુક ભોજનમાં કન્યાશાળા પ્રાથમિક શાળા તથા વિવિધ સ્કૂલના બાળકોને ભાવતા ભોજન પીરસવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે વિવિધ કાર્યકરોની સમિતિઓ બનાવી કામગીરી સોંપવામાં આવી રહેલ છે.તેમ ભાગીરથી માતાજીની અખબારી યાદીમાં જણાવાયું છે.

(8:46 PM IST)