સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
News of Sunday, 25th January 2026
મોરબીના મહેન્દ્રનગર નજીક એસટી પાછળ એસટી બસ ઘુસી જતા ૧૩ મુસાફરોને ઈજા.
લોકલ બસ પાછળ એક્સપ્રેસ બસ અથડાતા સર્જાયો હતો અકસ્માત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આજે એસટી બસ પાછળ એસટી અથડાતા બંને બસમાં સવાર મહિલાઓ સહીત ૧૩ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સલામત સવારીના નારા આપનાર એસટી વિભાગની બે બસો અથડાતા સવાલો ઉભા થયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી હળવદ રોડ પર મહેન્દ્રનગર ગામ પાસે આજે એસટી બસ પાછળ એસટી બસ અથડાઈ હતી ધંધુકા—મોરબી રૂટની બસ અને મોરબી જીકીયારી રૂટની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આગળ જતી રીક્ષા પાછળ લોકલ બસ હતી અને રીક્ષાચાલકે બ્રેક મારતા લોકલ બસના ચાલકે બ્રેક લગાવી હતી ત્યારે પાછળ આવતી એક્સપ્રેસ બસ એસટી પાછળ અથડાઈ હતી અકસ્માતમાં ૧૩ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
