News of Sunday, 25th January 2026
મોરબીના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો.
બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેક ભક્તોએ લાભ લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નાની બજાર ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી પૂજ્ય મહામહોપાધાય જીજ્ઞેશભાઈ પંડ્યાના આચાર્ય પદે કરવામાં આવી હતી બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેક ભક્તોએ લાભ લીધો હતો.
શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા. ૨૨ ના રોજ દેવોની નગરયાત્રા દરબારગઢ ખોડીયાર માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ સાંજે દેહ શુદ્ધિ વિધિ કરવામાં આવી હતી અને તા. ૨૩ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ સવારે શરુ કરવામાં આવ્યો હતો બપોરે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો અને ધામધુમથી બે દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
