<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાવનગર જિલ્લાના મહુવાના પ્રાંત અધિકારી ધવલ રવિયાને એવોર્ડ આપીને સન્માનિત કરાયા

૨૫ જાન્યુઆરીના સ્પીપા, ગાંધીનગર ખાતે “My india, My vote” થીમ સાથેના કાર્યક્રમમાં ગુજરાતના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, બુથ લેવલ ઑફિસર્સ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫ : તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સેક્ટર ૨૬ સ્થિત સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.જેમાં ભાવનગર જિલ્લાના મહુવાના પ્રાંત અધિકારી  ધવલ રવિયાને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:59 PM IST)