<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

જૂનાગઢમાં CAનું અપહરણ:માંગ્યા 60 લાખ : પોલીસના ડરથી અપહૃત યુવાનને જામનગર નજીક છોડી આરોપીઓ થયા ફરાર

અપહૃત મિલનભાઈએ ગભરાયેલા અવાજે જણાવ્યું હતું કે, 'જય ઓડેદરા નામનો શખસ મને ઉપાડી ગયો છે, કાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજે અને પોલીસને જાણ કરતો નહીં.'

જુનાગઢમાં સી.એ.નો વ્યવસાય કરતા યુવકનું અપહરણ કરાયુ છે. અપહરણકર્તાઓએ યુવકના અપહરણ સામે 60 લાખની ખંડણી માંગી છે. સી.એ.નો વ્યવસાય કરતા યુવક મિલન ચંદુભાઈ ચૌહાણનું અપહરણ કરાયું હતું અપહૃતના સાળા યશ મારુંએ ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરતા અપહરણકર્તા ઉપર દબાણ થયું હતું અપહરણકર્તા પોલીસનું દબાણ વધતાં મિલનને મુક્ત કરી દીધો છે. સી.એ.ના વ્યવસાયી મિલનને જામનગર નજીક છોડી દઈને આરોપી ફરાર થઈ ગયા છે. ગત. 23 જાન્યુઆરીના રાત્રીના અપહરણ થયું હતું, સમગ્ર મામલે જુનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી જય ઓડેદરા સહિતનાઓ સામે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. કેટલા શખ્સોએ અપહરણ કર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક છે.

, જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે રહેતા મિલન ચૌહાણ ગત રાત્રે 8 વાગ્યા સુધી ઘરે ન પહોંચતા અને તેમનો મોબાઈલ બંધ આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. મિલનભાઈના સાળા યશ મારૂએ ઓફિસ તેમજ અન્ય સ્થળોએ તપાસ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.
મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ મિલનભાઈના ફોન પરથી જ તેના સાળાને ફોન આવ્યો હતો. જેમાં મિલનભાઈએ ગભરાયેલા અવાજે જણાવ્યું હતું કે, 'જય ઓડેદરા નામનો શખસ મને ઉપાડી ગયો છે, કાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજે અને પોલીસને જાણ કરતો નહીં.' ત્યારબાદ અન્ય એક શખસે ફોન ઝૂંટવી લઈને લોનનો મામલો પતાવી દેવા અથવા મિલનભાઈને પતાવી દેવાની ધમકી આપી હતી.

(4:48 PM IST)