News of Sunday, 25th January 2026
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક કરેલ બસમાં આગ ભભૂકી ઉઠી
બસમાંથી ધુમાડા અને આગની લપેટો દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા

જામનગરમાં મોડી રાત્રે એક ખાનગી બસમાં અચાનક લાગી આગ હતી. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક થયેલ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જાહેર માર્ગ પર બસમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાંથી ધુમાડા અને આગની લપેટો દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મનપાની અગ્નિશામક દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતું. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
