<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

જૂનાગઢના બીલખામાં પાંચ શ્વાને સાત વર્ષના બાળકને ભર્યા બચકા, સારવાર માટે જૂનાગઢ ખસેડાયો

બીલખાના મસ્જિદ વિસ્તારનો બનાવ: અનેક રજુઆત છતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલા લેવામા આવતા નથી.

જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાત વર્ષના બાળક પર એક સાથે પાંચ શ્વાને હુમલો કરીને બાળકને શરીર પર ગંભીર ઈજાઓ પહોચાડી છે. બીલખા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. બાળકને સાત જેટલા ટાંકા આવ્યા હોવાનુ સ્થાનિકો એ જણાવ્યું હતું આ  પહેલા પણ એક નાની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બીલખાના મસ્જિદ વિસ્તારનો બનાવ બન્યો હતો  અનેક રજુઆત છતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલા લેવામા આવતા નથી.

 

(5:09 PM IST)