<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

જામનગરનો ઐતિહાસિક વારસા સમાન ભુજીયો કોઠો નવા રંગરૂપ ધારણ કરશે : પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ

આઝાદી‌ પછી આ ઐતિહાસિક કોઠો ધીમે‌ ધીમે ક્ષીણ થતો‌ રહ્યો..કાળક્રમે તેનો મોટો હિસ્સો તૂટી‌ પડ્યો અને ખંઢેર હાલતમાં ફેરવાતો રહ્યો

જામનગરના ભવ્ય ઐતિહાસિક વારસા સમાન ભુજીયો કોઠો નવા રંગરૂપ ધારણ કરી રહ્યો છે. જામ રણમલજી બીજાના શાસનકાળ દરમિયાન દુષ્કાળ સમયે પ્રજાને રોજગારી આપવાના હેતુથી આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૩૯ થી ૧૮૯૨ દરમિયાન ૧૩  વર્ષના સમયગાળામાં બંધાયેલા આ કોઠાની ઊંચાઈ ૧૩૭ ફૂટ છે, જે તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઈમારત હતી. કોઠાના નિર્માણ પાછળ ચાર લાખ પચીસ હજાર કોરીનો ખર્ચ થયો હતો. પાંચ માળની આ ભવ્ય ઈમારતનો ઉપયોગ 'હેલિયોગ્રાફી' પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ૬૬  પગથિયાં ચડીને પ્રથમ માળે પહોંચી શકાય છે. કોઠામાં સિંહદ્વાર, કાષ્ઠ થાંભલાની હાર, મકરાકૃતિ કમાનો અને ડાયમંડથી સુશોભિત રંગમંડપ આવેલા છે.
ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે. પ્રથમ તબક્કાનું કામ ૨૦૨૬ જાન્યુઆરી માં પહેલા પૂર્ણ થયેલ છે ..

આઝાદી‌ પછી આ ઐતિહાસિક કોઠો ધીમે‌ ધીમે ક્ષીણ થતો‌ રહ્યો..કાળક્રમે તેનો મોટો હિસ્સો તૂટી‌ પડ્યો અને ખંઢેર હાલતમાં ફેરવાતો રહ્યો... પુરાતત્વ વિભાગના નિયમોનો પણ ઉલાળીયો‌ થયો અને આ ઐતિહાસિક કોઠા‌ની અડોઅડ‌ અને ૧૦૦ મીટરની ત્રિજીયામાં સંખ્યાબંધ મકાનો અને વાણીજ્ય  સંકુલો ખડકાતા રહ્યા અને હાલ પણ યથાવત છે. ૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ વિનાશક ભૂકંપમાં ભૂજીયો કોઠાનો ઉપરનો હિસ્સો ધારાશાયી થયો અને મહાનગરપાલિકા દ્વારા કોઠા પરનો શિરમોર સહિતનો હિસ્સો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી..

  .૨૦૦૧ થી ૨૦૨૦ સુધી‌ આ ઐતિહાસિક કોઠો બંધ હાલતમાં રહયો‌ અને અનેક લોકોની રજૂઆત અને માંગણી ના પરિણામ રુપે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા લાખોટા કોઠા અને ખંભાળીયા ગેટના સફળ રિસ્ટોરેશન બાદ ભૂજીયા કોઠા ને બે તબ્બકામાં રિસ્ટોર કરવાની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો...૨૩.૫૦ કરોડના ખચૅથી પ્રથમ તબ્બકાની કામગીરી પૂર્ણ થયેલ છે હવે બીજા તબબકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ખંભાળીયા ગેટ-ભુજીયો કોઠો અને લાખોટા કોઠાને એક પુલ ના માધ્યમથી સાંકળવામાં આવશે..જેથી આ ત્રણેય ઐતિહાસિક ઇમારતો એક જ સાથે લોકો જોવા જઇ શકશે...આજે ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ના ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ધારાશાયી થયેલ ભુજીયો ફરી તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.( તસ્વીર -વિશ્ર્વાસ ઠકકર)

(8:18 PM IST)