<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા કાલે સદ્ગગુરૂ ગોપાળાનંદ સ્વામીના ૨૪૫ મો પ્રાગટ્ય દિન તથા પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા આયોજન

રાજકોટ તા.૨૫

          શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાનું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા કાલે તા.૨૬ જાન્યુઆરીના સદ્ગગુરૂ ગોપાળાનંદ સ્વામીના ૨૪૫ મો પ્રાગટ્ય દિન તથા પ્રજાસત્તાક પર્વ ઉજવાશે.

                કાલે તા.૨૬-૦૧-૨૦૨૬ ને સોમવારે દિવ્ય શણગાર આરતી સવારે ૫:૪૫ કલાકે,સદ્ગગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું પૂજન સવારે ૬:૩૦ થી ૭:૦૦ કલાકે

સદ્ગગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી  સવારે ૭:૦૦ કલાકે,સંધ્યા આરતી સાંજે ૬:૩૦ કલાકે કરવામાં આવશે.

         સદ્ગગુરૂ ગોપાળાનંદ સ્વામીના ૨૪૫ મો પ્રાગટ્ય દિન તથા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન આયોજક 

 શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) કરવામાં આવ્યું છે ભાવિકોને લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે.

(8:28 PM IST)