<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

રાજકોટ સાયબર પોલીસ સ્ટેશનના ગુનામાં ઓન-લાઇન ફ્રોડ અંગેના નોંધાયેલ ગુન્હામાં સવા વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

Whatsapp, Telegram જેવી એપ્લિકેશન દ્વારા રૂપિયા 50 લાખનું ઓન-લાઇન ફ્રોડ અંગેના ગુન્હામાં સવા વર્ષથી ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી લીધો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

  દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ટ, મહિપાલભાઇ સાદિયા તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને મળેલ બાતમી હકિકત મુજબ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના ગુ.ર.ન. ૧૧૨૦૮૦૫૭૨૪૦૦૩૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫૪,૬૧, તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬ (ડી)ના મુજબના આરોપી- દિશાંત કિરીટભાઈ પાટલીયા (રહે. શ્રી નાથજી મંદીર વાળી શેરી મહાલક્ષ્મી ચોક, જામનગર વાળો) પોતાના રહેણાક મકાનની બાજુમા શેરીમા હાજર છે તેવી બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ રાજકોટ શહેર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

   આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ બંળવતસિંહ પરમારનાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(9:02 PM IST)