<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

માર્ગ સલામતી માસ નિમિત્તે મોરબી આર.ટી.ઓ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

સામાજિક જવાબદારીના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં કુલ 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં કુલ 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

     આ કેમ્પને સફળ બનાવવા માટે આર.ટી.ઓ. મકવાણા, એ.આર.ટી.ઓ. પ્રજાપતિ, આઈ.એમ.વી. જાડેજા સહિત બ્રિજેશભાઈ ભાડજા, અશોકભાઈ કાલરીયા અને સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, કર્મચારીઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

(10:34 PM IST)