News of Sunday, 25th January 2026
માળિયાના સુલતાનપુર ગામની સીમમાં કેનાલમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત.
પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યો,બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સુલ્તાનપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે બનાવ અંગે માળિયા (મી.) પોલીસે વધુ તપાસ ચલાવી છે.
માળિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યો પુરુષ આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો ગત તા. ૨૪ ના રોજ બપોરના સમયે સુલ્તાનપુર ગામની સીમમાં આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
