<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

મોરબીના જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા લોકમેળાની હરાજીમાં થયેલ ગેરરીતીની તપાસની માંગ

સામાજિક અગ્રણીએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૩-૦૧ માં રોજ લોકમેળા શિવરાત્રી નિમિતે થયેલી હરાજીમાં થયેલી ગેરરીત અંગે તપાસ કરી હરાજી ફરી વખત કરાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

      મોરબીના રહેવાસી વિવેક જયંતીલાલ મીરાણીએ ટીડીઓને રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના જાંબુડિયા (રફાળેશ્વર) ખાતે યોજાતો લોકમેળાની હરાજી નિયમો વિરુદ્ધ થયેલ છે જેના કારણો દર્શાવ્યા છે કે ગ્રામ પંચાયત દ્વારા ન્યુઝ પેપેરની જાહેર હરાજીમાં પુરતો સમય આપવામાં આવેલ નથી ગ્રામ પંચાયતની લોકમેળા વાળી જગ્યાની માલિકી નથી તેવી જગ્યાએ હરાજી કરીને કરવામાં આવી રજી વેચાણ દસ્તાવેજ વાળા પ્લોટમાં ખાનગી માલિકોની પરવાનગી લીધા વગર જગ્યા અન્ય લોકમેળા માટે ફાળવામાં આવેલ છે લોકમેળાની અમુક જગ્યા સરકારી ખરાબાની છે તે જગ્યા મામલતદાર અથવા રેવન્યુ ઓથોરીટી પરવાનગી વિના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તે પણ કાયદા વિરુધ્ધ છે.
   લોકમેળા વાળી જગ્યાની ખરેખર માલિકી કોની છે અને તેની પરવાનગી આવ્યા બાદ લોકમેળાનું આયોજન અને હરાજી કરી સકાય લોકમેળાનું આયોજન આયોજન કરેલ જગ્યાનો લે આઉટ્ પ્લાન અને આયોજન વાળી જગ્યા કેટલા પ્લોટો પાડવામાં આવશે અને કેટલી રાઈડ ચલાવવાની રહેશે તેવી બાબતો જાહેર હરાજી વાળી જગ્યાએ પંચાયત સ્થળ કે મેળાના સ્થળ જાહેર કરેલ નથી ગ્રામ પંચાયતને કોઈ એવા પાવર નથી કે રેવન્યુ ઓથોરીટીની પરવાનગી વગર જગ્યા લોકમેળા કરે અને સત્તાનો દુરુપયોગ કરેલ છે જે અંગે તપાસ કરવાની માંગ કરી છે.

(11:25 PM IST)