<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ધારીના ખિસરી ગામે લગ્ન પ્રસંગે દેવીપૂજકના બે જૂથ વચ્‍ચે ધીંગાણું: ૧૫ને ઈજા

ધારી તાલુકા ના ખિસરી ગામે લગ્ન પ્રસંગમાં સામાન્‍ય બાબતની બોલાચાલીમાં દેવીપૂજક સમાજના બે જૂથ વચ્‍ચે ધીંગાણું ખેલાતા ૧૫ વ્‍યક્‍તિઓને સામસામી નાની મોટી ઇજાઓ થતા અરેરાટી વ્‍યાપી જવા પામેલ હતી. ખિસરી ગામે દેવી પૂજક સમાજના ઘેર ચક્કરગઢ ગામે થી જાન આવેલ હતી ત્‍યારે જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્‍ય બાબતમાં બોલાચાલી થયેલ જે મામલો વધુ ઉગ્ર બનતા જાનૈયા.અને માંડવીયા વચ્‍ચે ધીંગાણું ખેલાયું હતું લાકડી પાઇપ વડે એક બીજા સામસામે મારા મારી સર્જાતા આ ધીંગાણા માં ૧૫ વ્‍યક્‍તિઓને નાની મોટી ઇજા ઓ થયેલ હતી બે વ્‍યક્‍તિઓને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવેલ છે આ બનાવ ની જાણ પોલીસ ને થતા જ બનાવના સ્‍થળે પહોંચી બન્ને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

(11:09 AM IST)