<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગૌરવવંતું પોરબંદરઃ પ્રજાસત્તાક પર્વે વિકાસની ગુંજી ગાથાઃ વિકાસ અને સુરક્ષાની ઝાંખી કરાવતા ટેબ્‍લો

 

પોરબંદર : જિલ્લા કક્ષાના ૨૬મી જાન્‍યુઆરીના પર્વ નિમિત્તે રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓને દર્શાવતા ટેબ્‍લો રજૂ કરવામાં આવ્‍યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા પ્રસ્‍તુત ટેબ્‍લોમાં ગ્રામ વિકાસની યોજનાઓઙ્ખ પર ભાર મૂકવામાં આવ્‍યો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોરબંદરમાં પૂર્ણ થયેલ ૧૦૫૨ આવાસો અને સ્‍વચ્‍છ ભારત મિશનની સફળતા દર્શાવી હતી. ખાસ કરીને, મનરેગા યોજનામાં તાજેતરમાં થયેલ સુધારો વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન અંતર્ગત રોજગારીના દિવસો ૧૦૦ થી વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવ્‍યા હોવાની જાણકારી અપાઈ હતી. જેને પ્રથમ સ્‍થાન મળતા મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત, સખી મંડળો દ્વારા મહિલા સશક્‍તિકરણ અને વોટરશેડ પ્રોજેક્‍ટ દ્વારા ખેતીના વિકાસની માહિતી પણ રજૂ કરાઈ હતી. નાયબ વનસંરક્ષક કચેરી દ્વારા બરડા વાઇલ્‍ડ લાઇફ સેન્‍ચુરી થીમ આધારિત ટેબ્‍લોમાં સિંહ, દીપડા અને વરુ જેવા વન્‍ય પ્રાણીઓ તેમજ બરડા જંગલ સફારીની પ્રતિકળતિ રજૂ કરવામાં આવી હતી. આરોગ્‍ય વિભાગ દ્વારા બેટી વધાવો અભિયાન અંતર્ગત PCNPNDT કાયદાની કડક જોગવાઈઓ અને ગર્ભ પરીક્ષણ અટકાવવા અંગે જનજાગળતિ ફેલાવવામાં આવી હતી.  પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ કરૂણા એમ્‍બ્‍યુલન્‍સની સેવાઓનું નિદર્શન કરવામાં આવ્‍યું, જે પશુ માલિકોના દ્વારે જઈ વિનામૂલ્‍યે સારવાર પૂરી પાડે છે. કળષિ અને બાગાયત વિભાગ દ્વારા અન્નદાતા આત્‍મનિર્ભર થીમ હેઠળ પ્રાકળતિક ખેતી, આઈ-ખેડૂત પોર્ટલનો લાઈવ ડેમો અને નેનો યુરિયા-ડીએપી ખાતરના ઉપયોગ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. પોલીસ વિભાગ દ્વારા ‘સાયબર ક્રાઈમ' થીમ હેઠળ નાગરિકોને જાગળત રહેવા સંદેશ અપાયો હતો. સહકાર વિભાગે ‘સહકારથી સમળદ્ધિ' ના મંત્ર સાથે ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્‍થાનની વાત કરી હતી. અંતે, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર દ્વારા મિશન ઓલિમ્‍પિક ૨૦૩૬ અંતર્ગત ખેલમહાકુંભથી લઈને શક્‍તિદૂત યોજના સુધીની સફર રજૂ કરવામાં આવી હતી, જેમાં ખેલાડીઓને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે તૈયાર કરવા સરકાર દ્વારા આપવામાં આવતી ૭૦ લાખ સુધીની સહાયની વિગતો દર્શાવાઈ હતી

(10:41 AM IST)