News of Tuesday, 27th January 2026
ખોડીયાર માતાજીની જન્મ જયંતિઃ પ્રતિમાને તિરંગા વાઘા પહેરાવાયાઃ ભાવિકો ભારત માતા તેમજ ખોડલ માતાના જય જયકાર સાથે ગરબે ઘૂમ્યા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૨૭ :.. મહાસુદ આઠમના દિવસે ખોડીયાર માતાજીની જન્મ જયંતિની નિમિતે ખોડલધામ કાગવડ ખાતે અન્નકોટ,ઘ્વજા રોહણ,યજ્ઞ સાથે સાથે પ્રજાસત્તાક દિવસ જેવા ત્રિવિધ કાર્યક્રમો દ્વારા ભાવિકોના ઘોડાપુર વચ્ચે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમના દિવસે ખોડીયાર માતાજીની જન્મ જયંતિ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને અન્નકુટ છપનભોગ ધરાવાયો હતો, તેમજ માતાજીના પ્રાગટય દિવસ ને લઈને દિવસ દરમિયાન સાત જેટલી ધ્વજા રોહણ કરવામાં આવે, સાથે આજે ખોડલધામ ખાતે ૭૭ મો પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાયો હતો. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી શુસોભીત કરાયું છે તેમજ ખોડીયાર માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા, કદાચ વિશ્વનું એક માત્ર ખોડલધામ મંદિર છે, જયાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી. ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો આ પ્રસંગે ભારત માતાના તેમજ ખોડલ માતાના જયજયકાર સાથે ગરબે ઘૂમ્યા હતા, પ્રજાસત્તાક દિવસ અને સાથે આજે માં ખોડિયાર માતાજીની જન્મ જયંતિ દિવસે હજારો ભાવિકોએ ખોડલ માં ને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. (પદ્માબેન સોલંકી- શ્રદ્ધાળુ- વલસાડ, જાગુબેન પ્રજાપતિ- શ્રદ્ધાળુ- મહેસાણા, ગોપાલભાઈ રૂપાપરા- ખોડલધામ ટ્રસ્ટ સહિતનાએ પ્રાસંગિક અભિપ્રાય આપ્યા હતા.)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
