News of Tuesday, 27th January 2026
સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી મ્હોં કાળુ કરનાર હવસખોર પિતાને ટંકારા પોલીસે ઝડપી લીધો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૭ :.. સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી મ્હોં કાળુ કરનાર હવસખોર પિતાને ટંકારા પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લઇ આકરી સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાખ્યું હતું.
ટંકારા પંથકની ૧૪ વર્ષની માસુમ દિકરી ઉપર તેના પિતા દ્વારા ગઇ રાત્રીના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરેલ હોય જે બનાવ બાબતે ટંકારા પો.સ્ટે. ખાતે તાત્કાલીક ગુનો રજિસ્ટર કરાવવામાં આવેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ અધિક્ષક મુકેશ પટેલ મોરબી જીલ્લા ઉપરોકત પોકસો હેઠળના ગુનાના આરોપીને તાત્કાલીક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય.
સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભોગબનનારની માતાની પુછપરછ કરતા તેમજ ભોગબનનાર દિકરી ની પુછપરછ કરી ઉપરોકત ગુનાના કામે ભોગબનનાર દિકરી પોતાની ઓરડીમાં તેની માતા પાસે સુતી હોય તે વખતે આરોપીએ ભોગબનનારનું મોઢુ દબાવી નીરવષા કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોય અને ભોગબનનારે રાડો પાડતા તેની માતા જાગી જતા આરોપી પિતા નાશીભાગી ગયેલ હોય વિગેરે મલબતની ફરીયાદ જણાવતા ફરીયાદ નોંધી લઇ અને બનાવની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલીક કરવામાં આવેલી જેમા આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુન્હાની કબુલાત આપતા આરોપીને અટક કરી તાત્કાલીક ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે પકડાયેલ હવસખોર પિતાની આકરી સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાખ્યું હતું. પકડાયેલ આરોપીની વધુ પુછતાછ ચાલુ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
