News of Tuesday, 27th January 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારોઃ ગિરનાર ૮.૬, નલીયા ૯.૪ ડિગ્રી
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની વધુ અસરઃ લોકો ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે

રાજકોટ તા.૨૭: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ઠંડીએ એક દિવસનો વિરામ લીધા બાદ આજે ફરી કડકડતી ઠંડી પડતા લોકો ધ્રુજી ગયા છે.
ઠંડીથી બચવા માટે લોકો તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહયા છે. લઘુતમ તાપમાનનો પારો આજે ફરી નીચે ઉતરતા ઠંડીની વધુ અસર થઇ રહી છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૮.૬ ડિગ્રી, નલીયા ૯.૪, રાજકોટ ૧૧.૪, જામનગરમાં ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે ગિરનાર પર ૮.૬, જૂનાગઢમાં ૧૩.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. પરંતુ વાતાવરણમાં ૭૯ ટકા ભેજથી કાતિલ ઠારનું આક્રમણ થયું હતું.
રવિવારે ગિરનાર પર ૪.૯ ડિગ્રી, સોમવારે ૬.૧ ડિગ્રી તાપમાન રહ્યા બાદ ૨૪ કલાક બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨.૫ વધીને ૮.૬ ડિગ્રી નોંધાયું હતું. આમ ત્રણ દિવસ બાદ ઠંડી હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા અને ધુમ્મસ પણ છવાઈ જવાના કારણે ગિરનાર કડકડતી ઠંડી અનુભવાઈ હતી.
ગિરનારની માફક આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન પણ ૨.૫ ડિગ્રી વધીને ૧૩.૬ ડિગ્રી હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહેવાના પરિણામે લોકોને કાતિલ ઠારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ૩.૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા બરફીલું વાતાવરણ થઈ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૦.૫, મહતમ તાપમાન ૨૫.૬, ભેજનું પ્રમાણ ૬૫%, પવનની ગતિ ૩.૩ કિ.મી. રહી છે.
ક્યાં કેટલી ઠંડી
શહેર લઘુત્તમ તાપમાન
ગિરનાર પર્વત ૮.૬ ડિગ્રી
અમદાવાદ ૧૭.૨ ડિગ્રી
અમરેલી ૧ર.૦ ,,
બરોડા ૧૯.૦ ,,
ભાવનગર ૧૮.૦ ,,
ભુજ ૧૧.૦ ,,
દમણ ૧૭.૨ ,,
ડીસા ૧૪.૬ ,,
દીવ ૧૫.૧ ,,
દ્વારકા ૧૪.૨ ,,
ગાંધીનગર ૧પ.૮ ,,
જામનગર ૧૦.૫ ,,
કંડલા ૧૨.૭ ,,
નલિયા ૯.૪ ,,
ઓખા ૧૬.૫ ,,
પોરબંદર ૧૨.૦ ,,
રાજકોટ ૧૧.૪ ,,
સુરત ૧૮.૦ ,,
વેરાવળ ૧૭.૮ ,,
જુનાગઢ ૧૩.૬ ,,
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
