<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રજાસત્તાક પર્વની દેશભકિતના માહોલમાં ઉજવણી

જીલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય મથકોએ ધ્‍વજવંદન, પ્રભાતફેરી, રાષ્‍ટ્રગાન, સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં સૌ કોઇ જોડાયા

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ધોરાજી અને ત્રીજી તસ્‍વીરમાં જસદણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ તે નજરે પડે છે. (તસ્‍વીર : ધર્મેન્‍દ્ર બાબરીયા (ધોરાજી), હસામુદીન કપાસી (જસદણ) 

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે દેશભકિતના મંગલ ભાવ સાથે પ્રજાસત્તાક દિનની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી જીલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધ્‍વજવંદન કરીને રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપવામાં આવી હતી. સૌ કોઇ દેશભકિતના રંગમાં રંગાયા હતાં.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ :..   સોમવારે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી થઈ હતી ત્‍યારે તે પૂર્વે જસદણમાં રાષ્‍ટ્રધ્‍વજ સાથે રાષ્‍ટ્રપ્રેમનો રંગ ખીલ્‍યો સોમવારે જસદણની ઈકરા સ્‍કુલ જસદણ અને ગુંદાળા (જસ) ની સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાએ ધ્‍વજ વંદન કરી રાષ્‍ટ્રપ્રેમ છલકાવી બાળકોને ખુશખુશાલ કરી દીધા હતાં આ તકે રફિકભાઈ મીઠાણી, અને ગુંદાળા શાળાના ઇન્‍ચાર્જ આચાર્ય સાબિરભાઈ કટારિયાએ પ્રજાસત્તાક દિનની શુભેચ્‍છા પાઠવી હતી.

ધોરાજી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી :..

ધોરાજી ૨૬મી જાન્‍યુઆરી ૨૦૨૬ ભારતનાં ૭૭મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી હતી આ તકે ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો બાદમાં સરકારી હોસ્‍પિટલ ના અધીક્ષક ડોક્‍ટર જયેશ વેસેટીયન આઝાદી અંગે માર્ગદર્શન આપેલું અને ધોરાજી સરકારી હોસ્‍પિટલ ની સેવાકીય પ્રવળતિઓ અંગે માર્ગદર્શન આપેલ અને ચક્ષુદાન કરેલા પરીવાર જનોને સન્‍માન પત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને તમામ ચક્ષુદાતા ઓને શ્રદધા સુમન અર્પણ કરેલ હતા આતકે હોસ્‍પિટલ સ્‍ટાફ પરિવાર હાજર રહી ધ્‍વજ વંદન કરેલ અને સરકારી હોસ્‍પિટલ ધોરાજી માં દાખલ તમામ દર્દીઓને હોસ્‍પિટલ સ્‍ટાફ પરિવાર દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્‍યું હતું. 

 

(11:45 AM IST)