<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

કુંવરજીભાઇના હસ્‍તે પોરબંદરના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ અને રમતવીરોનું સન્‍માન

 

પોરબંદરઃ રાણાવાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણીના ગૌરવશાળી અવસરે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્‍થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પોરબંદર જિલ્લાના કર્મયોગીઓ, રમતવીરો અને સંસ્‍થાઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આરોગ્‍ય વિભાગમાં કોરોના કાળ દરમિયાન દર્દીઓની નિઃસ્‍વાર્થ સેવા કરનાર ભાવસિંહજી જનરલ હોસ્‍પિટલના સ્‍ટાફ નર્સ શ્રી અલ્‍પેશ નાંઢા તથા ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવાઓ માટે નેશનલ લેવલનું સર્ટિફિકેશન મેળવવામાં મહત્‍વની ભૂમિકા ભજવનાર કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર શ્રી હેતલ પઢીયારને સન્‍માનિતને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ‘૧૦૮-ગ્રીન હેલ્‍થ સર્વિસીસ'માં પ્રશંસનીય ફરજ બજાવનાર શ્રી દેવાભાઈ કડછા અને શ્રી ભરતભાઈ ચાવડાને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.

પોલીસ વિભાગમાં ઉત્‍કળષ્ટ કામગીરી બદલ પેરોલ ફર્લો સ્‍ક્‍વોડના એએસઆઈ શ્રી હરેશભાઈ સિસોદિયા અને એલ.સી.બી.ના પોલીસ કોન્‍સ્‍ટેબલ શ્રી નટવરભાઈ ઓડેદરાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. વન્‍યપ્રાણી સંરક્ષણ અને સિંહ સંવર્ધનની કામગીરી માટે વન વિભાગના રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી એસ.આર.ભમ્‍મર, હોમગાર્ડ્‍સ સભ્‍ય શ્રી ધર્મેન્‍દ્રસિંહ જેઠવા અને આસિસ્‍ટન્‍ટ સેક્‍શન લીડર શ્રી બાબુભાઈ માવદિયાને બિરદાવવામાં આવ્‍યા હતા.

એશિયન યુથ પેરા ગેમ્‍સ (દુબઈ) માં એથ્‍લેટિક્‍સમાં તળતીય ક્રમાંક મેળવનાર પ્રિયાબેન કોડિયતરનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. DLSS કોચ શ્રી રાહુલભાઈ કર્કીની કામગીરીની પણ નોંધ લઈને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

મોતીબેન કટારા (એથ્‍લેટિક્‍સ), કથિત ભુતિયા (જુડો), અસદ મકવાણા (કુસ્‍તી) અને મકવાણા રાજવીર (જુડો/કુસ્‍તી) જેવા ખેલાડીઓએ વિવિધ રાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું તેમને પણ સન્‍માનિત કરાયા હતા.

આ સાથે એસઆઈઆરમાં શ્રેષ્ઠ કામગીરી માટે શ્રી ક્રિષ્‍નાબેન ગાધેર, શ્રી શ્વેતાબેન શેલડીયા, શ્રી હિરલબેન ચૌહાન, શ્રી અશોકભાઈ વરૂ, શ્રી જેનિશભાઈ રૂપાભીંડા તેમજ એસઆઈઆર સાથે જમીન મહેસુલને લગત શ્રેષ્ઠ વસુલાત કામગીરી માટે શ્રી જયેશભાઈ જેઠવાને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(12:32 PM IST)