News of Tuesday, 27th January 2026
સમાજમાં પ્રેમ, પ્રતિભા અને પરિશ્રમની ખોટ વર્તાય રહી છેઃ પૂ. ભાઇશ્રી
૩૦મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયોઃ પૂજય ગુરૂશરણાનંદજી મહારાજશ્રી, પૂજય દેવપ્રસાદજીબાપુ, અર્જુનભાઇ મોઢવાડિયા, વિમલભાઇ ઓડેદરા, ભાગ્યેશભાઇ જહા, કરૂણાશંકરભાઇ ઓઝા, નરોત્તમભાઇ પલાણની ઉપસ્થિતિ

(પરેશ પારેખ - વિનુ જોશી દ્વારા) પોરબંદર - જુનાગઢ તા. ર૭ :.. પોરબંદરના સાંદીપનિમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત અપરાホ સત્રમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૩૦મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહ ૨૦૨૫નું આયોજન થયું. જેમાં ત્રણ મહાનુભાવોનું બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું.
ગૌરવ એવોર્ડ ચયન સમિતિના સભ્ય ભાગ્યેશભાઈ જ્હા દ્વારા સ્વાગત તથા કાર્યક્રમની ભૂમિકા રજુ કરીને ૨૦૨૫ના ત્રણ એવોર્ડીનો પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજશ્રી, આણંદાબાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ તથા અતિથી વિશેષ પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય એવં કેબીનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વારાણસીના વિલક્ષણ તથા અનેક ઉપાધિઓથી પુરસ્કળત સમ્માનનીય વિદ્વાન આચાર્ય શ્રીગણેશ્વર શાષાી દ્રાવિડજીનું બ્રહ્મર્ષિ એવોર્ડ, ગુજરાતના ઉદ્યોગપતિ અને વિદ્યા સમાજોત્કર્ષઃ આ સુત્રને કેન્દ્રમાં રાખીને અનેક વિદ્યા સંસ્થોના સંસ્થાપક સમાજસેવી એવા ભુનાવ-મહેસાણાના આદરણીય શ્રી ગણપતભાઈ પટેલનું રાજર્ષિ એવોર્ડ તથા ૫૦૦થી વધુ પુસ્તકો દ્વારા સમાજને પ્રેરણા આપનારા પરમસંયમી વિરક્ત પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીવિજયરત્ન સુંદરસુરેશ્વરીજી મહારાજનું દેવર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય કોઈ અન્ય કાર્યના કારણે ઉપસ્થિત ના રહેતા એમના પ્રતિનિધિ સ્વરૂપે એમના ટ્રસ્ટના ડો.રશ્મીન પુરોહિતજી દ્વારા દેવર્ષિ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
આ અવસરે બ્રહ્મર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કળત પાઠશાળાના અધ્યાપક ડો. સહદેવભાઈ જોષી, રાજર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કળત પાઠશાળાના આચાર્ય શ્રી બિપીનભાઇ જોષી દ્વારા તથા દેવર્ષિ એવોર્ડનું વાંચન અધ્યાપક ડો. ભરતભાઈ શીલુ દ્વારા કરવામાં આવેલ હતુ.
આ અવસરે બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત પૂજ્ય આચાર્યશ્રી ગણેશ્વર શાષાી દ્રાવિડજીએ પ્રતિભાવ અપાતા જણાવ્યું કે આપણા શાષાોનું અધ્યયન થાય એ જરૂરી છે. પૂજ્ય ભાઈશ્રીએ સાંદીપનિ સ્થાપિત કરીને ગુજરાતને બચાવી લીધું છે. બ્રાહ્મણોને પ્રેરિત કરીને પૂજ્ય ભાઈશ્રીને અધ્યયન-અધ્યાપનકાર્યમાં લગાવ્યા એ સંસ્કળતિ અને પુરા ભારતવર્ષ પર ઉપકાર કર્યો છે. ભગવાનની શક્તિ ભાઈશ્રીમાં દેખાય છે એમણે અનેક કુલોનો ઉદ્ધાર કર્યો છે. એમણે જણાવ્યું કે બાળકોને નાનપણથી ૨૪ વર્ષ સુધી આપણા ઋષિઓના ચરિત્રોની કથા સંભળાવવી જોઈએ. આ સાથે રાજર્ષિ એવોર્ડથી સન્માનિત ગણપતભાઈ પટેલ પોતાના ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાંદીપનિ સંસ્થાની સમિતિ દ્વારા મને આ સન્માન માટે યોગ્ય ગણ્યો એ માટે હું ધન્યતા અનુભવું છું.
મારી જીવનયાત્રામાં મારા પરિવાર, મારી સમગ્ર સંસ્થાના સ્ટાફ અને મારા સાથીઓનો ખુબ સહયોગ મળ્યો છે. એટલે આ એવોર્ડ માત્ર મારો નથી એ બધાનો જ છે. મારા માટે શિક્ષણ એ કામ નથી સેવાનું સાધન છે. યુવાનોના જીવનનું ઘડતર કરવું એ અમારી જવાબદારી છે. આ એવોર્ડ મને વધુ જવાબદારી આપે છે હું વધારે સમાજ માટે કામ કરતો રહીશ મારી જવાબદારીઓને નિભાવીશ. તેમજ દેવર્ષિ એવોર્ડથી સન્માનિત પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીવિજયરત્ન સુંદરસુરેશ્વરીજી મહારાજના પ્રતિનિધિ ડો.રશ્મીન પુરોહિત દ્વારા પૂજ્ય જૈનાચાર્યનો સંદેશ આપવામાં આવ્યો અને તેઓએ આ એવોર્ડ સમારોહ આયોજનને પ્રશંસનીય કાર્ય ગણાવીને હર્ષની લાગણી અનુભવી હતી.
પૂજ્ય ભાઈશ્રીના અનુજ શ્રી ગૌતમભાઈ ઓઝા દ્વારા ૩૦મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો અને અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
