તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 27th January 2026
જામનગરના પીરોટન ટાપુ ઉપર ધ્વજવંદન

જામનગર, તા., ર૭: ડી.જી.પી./આઇ.જી.પી. કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાઓ દ્વારા ૧૫મી ઓગષ્ટ તથા ૨૬મી જાન્યુઆરી દરમિયાન ટાપુઓ ઉપર ધ્વજવંદન કરવા અપાયેલ સુચના અનુસાર તેમજ પોલીસ મહાનિરીક્ષકશ્રી કોસ્ટલ સિકયુરિટી, ગુ.રા.ગાંધીનગરનાઓની સુચના અન્વયે તેમજ પોલીસ અધિક્ષકશ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ પ્રજાસતાક દિનની પીરોટન ટાપુ ખાતે ઉજવણી અનુસંધાને, ભારત સરકાર તથા ગુજરાત સરકારનું સુરક્ષા તથા વહીવટી તંત્ર ભારતના છેવાડાના વિસ્તારો તેમજ ટાપુઓની સુરક્ષા માટે કટીબધ્ધ હોવાનો સંદેશો પહોંચાડવાના તથા પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલ પીરોટન ટાપુ ખાતે કોસ્ટલ સિકયુરીટી, ગુ.રા. ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ. પીરોટન ટાપુ જેવા વ્યૂહાત્મક અને પર્યાવરણીય મહત્વ ધરાવતા વિસ્તારમાં સંયુક્ત રીતે ઙ્કજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવતાં સૌમાં દેશભક્તિનો ભાવ ઉજાગર થયો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ યોગદાન આપ્યું હતું.
ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન અલગ અલગ વિલાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. જેમાં જામનગર બેડી મરીન પોલીસ, ભારતીય નેવી- INS વાલસુરા, કોસ્ટગાર્ડ વાડીનાર, મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો, સ્પેશ્યલ ઓપરેશન ગળપ. મરીન નેશનલ પાર્ક ફોરેસ્ટ, સેન્ટ્રલ માઇ.બં સ્ટેટ આઈ.બી., ડીશરીઝ વિસાગ, ચીરોટન લાઈટ હાઉસ સહિતના કુલ- ૫૦ અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
