News of Tuesday, 27th January 2026
વિકાસના પંથે આગળ ધપતો અમરેલી જીલ્લો : ત્રિકમભાઇ છાંગા
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ખાંભાની ખમીરવંતી ધરા ખાતે જિલ્લા કક્ષાના ૭૭માં ગણતંત્ર પર્વની ભવ્ય ઉજવણીઃ સક્ષમ નેતળત્વ થકી સંવેદનશીલતા,પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના આધારસ્થંભ પર ગુજરાતે સાતત્યપૂર્ણ, સર્વસમાવેશક વિકાસ સાધ્યો : ત્રિકમભાઈ છાંગા : ઉત્કળષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ - કર્મચારીશ્રીઓ અને જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું : ખાંભા તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫ લાખની રકમનો ચેક અર્પણ કરતા રાજ્યમંત્રી : પ્રજાસત્તાક પર્વ ઉજવણીમાં પોલીસ પરેડ, ટેબ્લો, સાંસ્કળતિક કાર્યક્રમની પ્રસ્તુતિ : શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરનારા જૂથને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાઃ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓના હસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.,૨૭ : ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, ખાંભા મુકામે અમરેલી જિલ્લાકક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખાંભાની ખમીરવંતી ધરાના ઐતિહાસિક ગૌરવવંતા ઈતિહાસને યાદ કરીને જણાવ્યું હતું કે, સક્ષમ નેતળત્વ થકી સંવેદનશીલતા,પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના આધારસ્થંભ પર ગુજરાતે સાતત્યપૂર્ણ, સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે. જેમાં અમરેલી જિલ્લો પણ વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે.
૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રક્ષાશક્તિ સ્કૂલ ચલાલાની વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ અને મહિલા શક્તિના જૂસ્સાને પ્રદર્શિત કરતી ડમ્બેલ્સ કળતિ, કે.પી. મહેતા હાઈસ્કૂલ, જાફરાબાદના વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કળતિ પ્રદર્શિત કરતા આદિવાસી નળત્ય, સૌરાષ્ટ્રની સંસ્કળતિનું અનેરું ટિપ્પણી નળત્ય, સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આદિયોગી-યોગાસન સહિતની દેશભક્તિ સભર સાંસ્કળત્તિક કળતિઓની પ્રસ્તુતિઓ નિહાળીને ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા.
કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કળતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર જૂથ-કચેરી-વિદ્યાર્થીગણને ઙ્કમાણપત્ર અને એવોર્ડ એનાયત કરીને તેમના ઉત્સાહમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. રોડ અકસ્માત, રોડ સેફ્ટી, ૧૦૮ ત્વરિત સેવા લાઈવ મોકડ્રીલનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.
આ અવસરે શિક્ષણ, રમત ગમત, ૧૦૮ સેવા, પોલીસ, આરોગ્ય, જિલ્લા માહિતી કચેરી સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કળષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને અને રમતગમતમાં ઉત્કળષ્ટ દેખાવ કરતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ જોષીએ કર્યું હતું. ઉપરાંત આઈ.સી.ડી.એસ ખાંભા, ફાયર સર્વિસ અમરેલીના સ્ટોલનું નિદર્શન યોજાયું હતું.
જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં ખાંભા તાલુકાના પદાધિકારીઓ, હોદ્દેદારઓ, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, ધારી-ખાંભા પ્રાંત અધિકારી જાડેજા સહિત આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, શિક્ષણ, પોલીસ, મહેસૂલ, નગરપાલિકા, વન, ૧૦૮ સેવા, ફાયર સેવા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીગણ, ખેલાડીઓ તેમજ નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
