તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
જૂનાગઢમાં ભાજપના નગરસેવકે જ હાજી રમકડુનુ નામ મતદારયાદીમાંથી રદ કરવા અરજી કરતા ચકચાર
વોર્ડ નં. 7 ના ભાજપના નગરસેવક સંજય મણવરે કરી અરજી : હજુ તો બે દિવસ પહેલા હાજી રમકડુંનુ પદ્મશ્રી આપવાની થઈ જાહેરાત

જૂનાગઢમાંથી પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાં કાઢવાનો પ્રયાસ ભાજપના કોર્પોરેટરે કર્યો છે. ભાજપના નગરસેવકે જ હાજી રમકડુનુ નામ મતદારયાદીમાંથી રદ કરવા અરજી કરતા ચકચાર મચી ગઈ છે. ફોર્મ નં. 7 રજૂ કરી હાજી રમકડુંનુ નામ કાઢવા ચૂંટણી પંચમાં અરજી કરાઈ છે. અન્યત્ર સ્થળાંતર થઈ ગયા હોવાનું કારણ જણાવીને સંબંધિત અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી છે. વોર્ડ નં. 7 ના ભાજપના નગરસેવક સંજય મણવરે કરી અરજી હજુ તો બે દિવસ પહેલા હાજી રમકડુંનુ પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે .
જૂનાગઢના ધારાસભ્ય સહિતનાઓએ તેમના ઘરે જઈને સન્માનિત કર્યા હતા. પદ્મશ્રીની જાહેરાત થઈ ત્યારે તમામે જૂનાગઢનું ગૌરવ હોવાની જાહેરાત કરી હતી, હવે હાજી રમકડું જૂનાગઢથી સ્થાળાંતર ગયા હોવાની અરજી થતા ચકચાર જાગી છે કોંગ્રેસના નગરસેવકો બાદ પદ્મશ્રીનું નામ રદ કરવા અરજી થતા મોટો હોબાળો થયો છે . મનપાના વિપક્ષ નેતા લલિત પણસારાએ ભાજપ અને ચૂંટણી પંચનો ઉધડો લીધો છે . ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી .
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
