<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ભાવનગરના મહુવાના ખુંટવડામાં માલધારી શખ્સ અને પોલીસ કર્મીઓ વચ્ચે મારામારીને લઈને ભરવાડ સમાજે બાયો ચડાવી

માલધારી યુવકને રસ્તા પરથી ઢોર ખસેડવાની બાબતે પોલીસ કર્મચારીઓ સાથે મારા મારીનો બનાવ: ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા

ભાવનગરના મહુવાના મોટા ખુંટવડા ગામમાં એક માલધારી યુવકને રસ્તા પરથી ઢોર ખસેડવાની બાબતે પોલીસ કર્મચારીઓ સાથે મારા મારીનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસે પહેલા માલધારી યુવાન સામે ફરિયાદ નોંધી હતી. હવે આ માલધારી યુવાનને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી પોલીસે PSI અને 2 પોલીસકર્મી સહિત 1 GRD સામે ફરિયાદ નોંધી છે. ભોગ બનનાર માલધારી યુવક ભાવનગર સિવિલમાં દાખલ હોવાથી ભરવાડ સમાજના લોકો તેના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. માલધારી યુવક અને પોલીસની મારામારીનો વીડિયો વાયરલ થયો હતો.

(9:18 PM IST)