News of Wednesday, 28th January 2026
તિરંગાના રંગે રંગાયું કચ્છનું સફેદ રણઃ સરહદના સંત્રી જવાનોએ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે વિશ્વના સૌથી મોટા ખાદી ત્રિરંગાને આપી સલામી
૭૭માં પ્રજાસત્તાક પર્વની કચ્છ સરહદે ઐતિહાસિક ઉજવણી, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ મનોજકુમારની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોમવારે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે દેશભક્તિ અને સ્વદેશી શક્તિનો ઐતિહાસિક સંગમ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળ, પૂજ્ય બાપુના વારસા, ખાદીમાંથી બનેલો વિશ્વનો સૌથી મોટો સ્મારક રાષ્ટ્રીય ધ્વજ, પૂર્ણ આદર અને ગર્વ સાથે ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં સફેદ રણ મધ્યે પ્રદર્શિત કરવામાં આવ્યો. આ ખાસ પ્રદર્શનનું આયોજન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME), ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ‘સફેદ મીઠાના રણ' ઉપર પ્રકાશિત આ ઐતિહાસિક તિરંગો ભારતની દેશભક્તિ, સ્વદેશી ભાવના અને સાંસ્કળતિક વારસાનું ભવ્ય પ્રતીક બન્યો.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવશાળી પરંપરાને જીવંત થતી જોઈ. દેશભરના ખાદી કારીગરોએ વીડિયો સંદેશાઓ દ્વારા કચ્છમાં સ્થાપિત વિશ્વના સૌથી મોટા ત્રિરંગા ધ્વજને સલામી આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો.
આ પ્રસંગે, ભારતીય સેના અને સરહદ સુરક્ષા દળ (BSF) ના સૈનિકો દ્વારા ખાદીથી બનેલા વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ધ્વજને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ફરકાવવામાં આવ્યો હતો અને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેને સલામી આપવામાં આવી હતી.રાષ્ટ્રવાદથી ભરેલા આ કાર્યક્રમ દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે KVICના અધ્યક્ષે ભારતીય સેનાના બહાદુર શહીદ સાર્જન્ટ મુરલીધરના પત્ની શ્રીમતી રાજકુમારીનું મંચ પરથી સન્માન કર્યું અને તેમના બલિદાન, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાને શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર હતા. આ સમારોહમાં ભારતીય સેના અને સરહદ સુરક્ષા દળના વરિષ્ઠ અધિકારીઓ અને જવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, ગુજરાત સરકાર અને KVICના વરિષ્ઠ અધિકારીઓ અને ખાદી કારીગરો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ ગુજરાતના કારીગરોને સાધનો અને ટૂલકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ પણ એક નોંધપાત્ર સંયોગ છે કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, ૨૦૦૧ ના ભુજ ભૂકંપના ૨૫ વર્ષ પૂર્ણ થયા. આ પળષ્ઠભૂમિમાં, કાર્યક્રમમાં ભૂકંપથી પ્રભાવિત નાગરિકોને યાદ કરવામાં આવ્યા હતા અને કચ્છના લોકોની અદમ્ય ઇચ્છાશક્તિ, પુનર્નિર્માણ ક્ષમતા અને વિકાસની ઐતિહાસિક યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
