<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

રાપરમાં ઘર પાસેથી વારંવાર વાહન પસાર થવાની બોલાચાલીમાં યુવાનની હત્‍યા

ભાઈની નજર સામે જ ભાઈ ઉપર છરી વડે ઘાતક હુમલો થયા પછી મોત

ભુજ તા. ર૮ :..  રાપરમાં સામાન્‍ય બોલચાલીનો ખાર રાખી યુવાનની હત્‍યા કરવાના બનાવે ચકચાર સર્જી છે. રાપરના નવાપરા વિસ્‍તારમાં રહેતા પ્રવીણ જગમાલ ભરવાડ (ઉ.૨૨)એ પોતાના ઘર પાસેથી વાહન લઈને વારંવાર પસાર થતાં નિમેષ કિરીટભા ગઢવીને ઠપકો આપતા બંને વચ્‍ચે બોલાચાલી થઈ હતી. ફરી ૧૮/૧ ના પેટ્રોલ પંપ પાસે નિમેષ તેના પિતા કિરીટભા ગઢવી અને અજાણ્‍યા યુવાન એમ ત્રણ જણે પ્રવીણ ભરવાડ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા બાદ ગત ૨૫/૧ ના પ્રવીણ ઘેર ન આવતા તેના માતાએ બીજા પુત્ર શૈલેષને કહેતા તે પ્રવીણને શોધવા નીકળ્‍યો હતો. એ સમયે સીમ વાળા રસ્‍તે રાપર નગરપાલિકાના કચરાના ડમ્‍પિંગ ગ્રાઉન્‍ડ પાસે તેણે નિમેષ ગઢવીને પોતાના ભાઈ પ્રવીણ ભરવાડ સાથે ઝઘડો કરતો જોઈ નિમેષને છરી વડે પોતાના ભાઈ પ્રવીણ ઉપર હુમલો કરતો જોયો. દરમ્‍યાન પ્રવીણ એ બૂમાબૂમ કરતા નિમેષ નાસી છૂટયો હતો. શૈલેષએ પોતાના ભાઈને લોહી લુહાણ હાલતમાં દવાખાને લઈ જવાનું કહ્યું પણ પ્રવીણે ઘરે લઈ જવાનું કહેતા ઘરે આવ્‍યો હતો. બીજા દિવસે દુખાવો થતા પ્રવીણને સામખિયાળી હોસ્‍પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્‍યું હતું. પોલીસે હત્‍યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની ગતિવિધિ આરંભી છે.

 

(11:28 AM IST)