<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

તળાજા બેન્‍કના ક્‍લાર્કની બાઇક સવાર માતાનું કાર સાથે અકસ્‍માત સર્જાતા મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: તળાજા ની એસ.બી.આઈ બેંક મા SME શાખામાં પ્રાઈવેટ ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા યુવાને અલંગ પોલીસ મથકમાં એક સફેદ કલરની કારના અજાણ્‍યા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદીના પિતા અને માતા બાઇક લઈને ધારડી નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે કાર ચાલક અકસ્‍માત સર્જી ફરાર થઇ ગયેલ.માતા પિતા ને ઇજા થતા માતાનું મોત નીપજ્‍યું હતું. તળાજાથી ધારડી સુધીનો માર્ગ ગોઝારો રહ્યો. બે દિવસ મા બે મોત થયા છે જેમાં એક વેળાવદર ગામનો યુવાન,સરતાનપર બંદર ગામની મહિલા નો સમાવેશ થાય છે.તો વકીલ યુવાનની હાલત ગંભીર છે.

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના રહીશ ધર્મેશગીરી રતીગરી ગોસ્‍વામી ઉ.વ.૨૫ એ નોંધાવેલ ફરિયાદ મુજબ  પોતે પોતાની બાઇક મા બહેન પૂનમ સાથે બાઇક પર સવાર હતા એજ રીતે ફરિયાદીના પિતા રતીગીરી અને માતા ઉષાબેન બીજી બાઇક પર સવાર હતા.ધારડી નજીક કસ્‍તુરગિરીબાપુ ના આશ્રમ નજીક પહોંચ્‍યા ત્‍યારે સફેદ કલર ની ક્રિએટા કાર નં.જીજે ૦૪- ડી.એન-૬૩૫૭ ના ચાલકે પિતા ચલાવતા હતા તે બાઇક ને હડફેટે લઈ ભાગી ગયેલ. આ અકસ્‍માતમા ફરિયાદી ના પિતાને હાથના ભાગે ફ્રેક્‍ચર તથા માતાને માથા અને આંખ ના ભાગે ગંભીર ઇજાઓ થતા ભાવનગર સારવારમાં લઈ જતા ત્‍યાં તેઓનું મોત નિપજેલ. અલંગ પોલીસે કારના નંબર આધારે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:03 PM IST)