<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

પડધરીના રામપર પાટીયા પાસે અકસ્‍માતમાં બિહારી યુવાનનું મોત

દોડીને રસ્‍તો ઓળંગતી વખતે કારની ઠોકર લાગી ગઇઃ કારચાલકે જ સારવાર માટે ખસેડયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૮: પડધરીના રામપર ગામના પાટીયા પાસે કારની ઠોકરે ચડી જતાં મુળ બિહારના યુવાનનું મોત થયું છે. આ યુવાન દોટ મુકીને રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે કાર આવી જતાં તેની ઠોકરે ચડી ગયો હતો. કારચાલકે જ તેને સારવાર માટે ખસેડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સાંજે સાડા સાતેક વાગ્‍યે પડધરીના રામપર ગામના પાટીયા નજીક જામનગર હાઇવે પર એક યુવાન કારની ઠોકરે આવી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અમનકુમાર બિહારી (ઉ.વ.૩૨) નામના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.

અમનકુમાર જે કારની ઠોકરે ચડયો તેના ચાલક ભાવીકભાઇએ જ તેને સારવાર માટે ખસેડયો હતો. આ યુવાન રામપરના પાટીયા નજીક ટી-શર્ટની ફેક્‍ટરીમાં કામ કરતો હતો. રસ્‍તો ઓળંગતી વખતે અકસ્‍માત નડયો હતો. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 AM IST)