News of Wednesday, 28th January 2026
ગોંડલમાં નશાની હાલતમાં પત્નિ સાથે ઝઘડા બાદ પતિએ ઝેર પીધું
પરેશભાઇ ગોસ્વામીને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં સિવિલ હોસ્પિટલ નજીક નદી કાંઠે રહેતાં પરેશભાઇ રાજુભાઇ ગોસ્વામી (ઉ.વ.૪૦) નામના યુવાને ઝેરી દવા પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
પરેશભાઇ છુટક મજૂરી કરે છે. તેને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. પોતે ચાર બહેનનો અકેનો એક ભાઇ છે. તેણે કહ્યું હતું કે નશાની આદત હોઇ ગઇકાલે પીધેલી હાલતમાં પત્નિ સાથે માથાકુટ થયા બાદ પોતે ઝેરી દવા પી ગયો હતો. પોલીસે વિશેષ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
