<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

કુતિયાણાની ટીંબીનેશ સીમમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇઃ ૬૦ લીટર તૈયાર દારૂ મળ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૮: કુતિયાણાની ટીંબીનેશ સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી ૬૦ લીટર તૈયાર દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત ૧૮,૮૦૦નો મુદામાલ ઝડપી લીધો હતો.

કુતિયાણા પો.સ્‍ટે. સર્વલન્‍સ સ્‍ટાફના પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી આધારે ટીંબીનેશ સીમ વિસ્‍તાર હાજર નહી મળી આવેલ આરોપી ગોવિંદ સાજણભાઈ ગરચર રહે.ટીંબીનેસ વાળાના કબ્‍જા ભોગવટની વાડીમાં આરોપીએ રાખેલ ગે.કા. દેશી દારૂની ભઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૨૦૦ કિ.રૂા.૫૦૦૦/- તથા આથો ભરેલ પ્‍લાસ્‍ટીકનુ બેરલ નંગ-૦૧ કિ.રૂ.૪૦૦/- તથા દેશી દારૂ લીટર-૬૦ કિ.રૂ.૧૨૦૦૦/- તથા દારૂ રાખેલ પ્‍લાસ્‍ટીકનુ કેન નંગ-૦૧ ની કી.રૂ.૧૦૦/- તથા પતરાનુ બોઇલર બેરલ નંગ-૦૧ કી.રૂ.૪૦૦/- તથા પ્‍લાસ્‍ટીકનુ ફીલ્‍ટર બેરલ નંગ-૦૧ કી.રૂ.૪૦૦/- તથા તાંબાની નળી નંગ-૦૧ કી.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂા.૧૮,૮૦૦/- નો મુદામાલ મળી આવ્‍યો હતો.

આ દેશી દારૂની ભઠ્ઠી પકડવાની આ કામગીરી પો.ઇન્‍સ એમ.ડી.વાળા તથા પોલીસ હેડ કોન્‍સ વાય.એસ.વાળા તથા પી.આર.ઓડેદરા પો.કોન્‍સ. ભરત ભોજાભાઈ તથા અલ્‍તાબ હુસેનભાઈ તથા અશ્વિન વેજાભાઈ તથા વિજય ખીમાણંદભાઈ તથા અક્ષયકુમાર જગતસિંહે કરેલ છે.

(1:01 PM IST)