<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડુબી જતા ૪ વર્ષના બાળકનું મોત

આમરણ ગામે વિજકરંટ લાગતા સુખદેવ લોહરાનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી, તા., ૨૮ : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા પિયુષ અનુભાઈ પરમાર ઉ.૪ નામના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મળત્‍યુ નીપજ્‍યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

 બીજા બનાવમાં મોરબી તાલુકાના આમરણ ગામે વીજ થાંભલા પર કામ કરવા ચડેલા મુળ ઝારખંડ રાજ્‍યના વતની સુખદેવ ચુનિયાભાઈ લોહરા ઉ.૧૯ નામના યુવકને વીજ શોક લાગતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

(11:58 AM IST)