<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

રાણાવાવમાં મેગા ડીમોલેશન : દબાણકારો સામે કડક કામગીરી

આશીયાપાટ અને ગંડીયાવાલા નેશ વિસ્‍તારમાં માથાભારે તત્‍વો અને અન્‍ય દબાણકારોના ગેરકાયદે બાંધકામો હટાવાયા

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: રાણાવાવ  આસીયાપાટ તથા ગંડીયાવાળાનેશ વિસ્‍તારમાં અસામાજીક

ગુંડા તત્‍વો તથા દબાણકારો ઉપર રાણાવાવ મામલતદાર કચેરી સાથે મદદમાં રહી ડીમોલેશન કરી કડક કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામો તોડી પાડયા છે.

ડી.જી.પી. તરફથી અસામાજીક ગુંડા તત્‍વો વિરૂધ્‍ધ કડક શિક્ષાત્‍મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર અસામાજીક તત્‍વોનુ લીસ્‍ટ બનાવી તેમના વિરૂધ્‍ધમાં કાર્યવાહી કરવા સુચના અન્‍વયે જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા  તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી.ભગીરથસિંહ જાડેજા  દ્વારા અસામાજીક ગુંડા તત્‍વો સામે સત્‍વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરી છે. 

આ યાદી મુજબના તમામ અસામાજીક ગુંડા તત્‍વો ઉપર અસરકારક શિક્ષાત્‍મક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે ગુંડા તત્‍વો એ કોઇ ગેરકાયદેસર દબાણ કરેલ છે કે કેમ તે અંગે તપાસ કરી રહેલ હતા તે દરમ્‍યાન નીચે જણાવેલ બંન્ને અસામાજીક તત્‍વોની ગેરકાયદેસર મીલકત ધ્‍યાને આવતાં રાણાવાવ ડીવીઝન વિભાગના ના.પો.અધિ.શ્રી ધ્રુવલ સી. સુતરીયા  નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઈન્‍સ. શ્રી એન.એન.તળાવીયા  તથા પો.સબ.ઇન્‍સ. શ્રી આર.વી.મોરી તથા એસ.એમ કણઝરીયા તથા રાણાવાવ પો.સ્‍ટાફ ના માણસોની અલગ-અલગ ટીમો બનાવી રાણાવાવ મામલતદાર કચેરીના સ્‍ટાફ સાથે રહી પો.સ્‍ટે. વિસ્‍તારના અસામાજીક ગુંડા તત્‍વો તથા દબાણકારીઓ ઉપર ડીમોલેશનની કામગીરી હાથ ધરી નીચે મુજબ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ સીવાય અસામાજીક તત્‍વોએ કોઇ ગેરકાયદેસર દબાણ કરેલ છે કે કેમ તે બાબતે તપાસ કરીને દબાણ હટાવવાની તજવીજ ચાલુ છે.

મેગા ડીમોલેશનમાં અસામાજીક ગુંડા તત્‍વોના નામ અને ડીમોલેશનની વિગત (૧) કરશન કાનાભાઇ કોડીયાતર રહે.ગંડીયાવાળાનેશ ગેરકાયદેસર બાંધકામવાળુ મકાન ડીમોલેશન તેમજ સંજય બાબુભાઇ ગોરાણીયા રહે.આસીયાપાટ ગામ વાડી વિસ્‍તારમાં   ગેરકાયદેસર બાંધકામવાળુ મકાન ડીમોલેશન કરવામાં આવેલ છે.

ડીમોલેશનની આ કામગીરી કરનાર રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.  એન.એન.તળાવીયા  તથા પો.સબ.ઇન્‍સ.  આર.વી.મોરી તથા એસ.એમ.કણઝરીયા તથા રાણાવાવ પોલીસ સ્‍ટાફ તથા રાણાવાવ મામલતદાર કચેરી સ્‍ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

(12:06 PM IST)