News of Wednesday, 28th January 2026
લીંબડીની સરકારી હોસ્પિટલ પાસે આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતા દોડધામ
લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા :પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સુરેન્દ્રનગરના લીંબડીની સરકારી હોસ્પિટલ પાસે આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. શહેરની મધ્યમાં આવેલ ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગતા અફડા તફડી સર્જાઈ હતી. લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે .
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
