<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

રીબડાના અમીત ખુંટ આપઘાત કેસમાં ફરારી આરોપી રહીમ મકરાણી પકડાયો : રીમાન્‍ડ મંગાશે : કાવત્રુ ઘડવામાં મદદગારી

મૃતક અમીત ખુંટને ફસાવવામાં કાવત્રુ કરનાર મિ.એકસ રહીમનું નામ ખુલ્‍યું હતું : શબ્‍બીર સાથે મળી મૃતક અમીતને ફસાવ્‍યો 'તો

રાજકોટ, તા.૨૯: ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં આઠ માસથી નાસતા ફરતા આરોપી રહીમ અબ્‍દુલભાઇ મકરાણીને રૂરલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢથી તેના ઘરેથી જડપી લઇ ગોંડલ તાલુકા પોલીસે રીમાન્‍ડ ઉપર લેવા તજવીજ હાથ ધરાઇ

અમીત ખુંટ આપઘાત કેસમાં રહીમ મકરાણી છેલ્લા આઠ મહીના થી પોલીસ પક્કડથી દુર હોય અને નાશતો ફરતો હોય કોર્ટ દ્વારા તેને ભાગેડુ જાહેર કરાયો હતો.

દરમ્‍યાન રૂરલ ક્રાઈમ બ્રાંચે બાતમી નાં આઘારે જુનાગઢ તેનાં ઘરેથી જડપી લીધો હતો.

ઉલ્લેખનીય કે રાજકોટ એ'ડીવીઝન પોલીસ સ્‍ટેશન માં દુષ્‍કર્મ અંગે જેના પર ફરિયાદ થયેલી તે રીબડાનાં અમીત ખુંટે  તા.૫/૫/૨૫ નાં પોતાની વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અમીતે શ્‍યુસાઇડ નોટમાં દુષ્‍કર્મની ખોટી ફરિયાદ કરાઇ હોય મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદિપસિંહ સહિત નાં નામ લખ્‍યા હતાં.  અને કુલ નવ આરોપીની ધરપકડ કરાઇ હતી.

પોલીસે સૂત્રોના જણાવ્‍યા મુજબ મૃતક અમીત ખુંટને ફસાવવામાં કાવત્રુ ઘડવામાં મદદગારી મિએકસ તરીકે રહીમ મકરાણીનું નામ ખુલ્‍યુ હતું. રહીમ મકરાણીએ અગાઉ પકડાયેલ શબ્‍બીર સાથે મળી અમીત પાસે યુવતીને મોકલી ફસાવ્‍યો હતો.

પકડાયેલ રહીમ મકરાણીને આજે રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે તેમ તપાસનીશ અધિકારી અજીતસિંહ પરમારે જણાવ્‍યુ હતું

(12:06 PM IST)