News of Thursday, 29th January 2026
કાલાવડ તાલુકાના મોટા વડાળા તાલુકા શાળામાં પ્રજાસત્તાક દિનની રંગારંગ ઉજવણી
વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર, સેવ ટ્રી,ઇતિહાસ કા આઈના,લેજીમ રાસ સહિત અવનવી કળતિઓ રજૂ કરીઃ સરપંચ સહિત ઉપસ્થિત ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

રાજકોટ તા.૨૯ :.. કાલાવડના મોટા વડાળા તાલુકા શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સૌ પ્રથમ શાળાના આચાર્ય સીમાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિનો રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ઓપરેશન સિંદૂર,સેવ ટ્રી,ઇતિહાસ કા આઈના,મા બાપ પ્રતિ ભાવ વ્યક્ત કરતી કળતિ,વિદ્યાર્થીનીઓ દ્વારા પિરામિડ અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા સહિત વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મોગલ આલિયા,ખટાણા ઘૃવિશાએ દેશભક્તિ વિશે વક્તવ્ય આપ્યું હતું તેમ જ અવિનાશ ભુરીયા દ્વારા તેરી મિટ્ટી મેં મિલ જાયે ગીત ગાઈ બધાને ભાવવિભોર કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો ચેતનભાઇ ગમઢા,અશ્વિનભાઈ જેઠવા,રમેશભાઈ ડોબરીયા,દિપ્તીબેન ઠાકર,સોનલબેન રામોલિયા,મનાલીબેન નિમ્બાર્ક અને કોમલબેન બુશા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો તેમ જ વાલીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન સોનલબેન રામોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ શાળાના આચાર્ય સીમાબેન રાબડીયા દ્વારા કરવામાં આવી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
