News of Thursday, 29th January 2026
પોરબંદર જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર કરવામાં વિલંબથી તર્ક-વિતર્કોઃ જૂથવાદ કે દબાણની રાજનીતિ?
પ્રદેશ ભાજપ દ્વારા અન્ય જિલ્લાઓના નવા સંગઠનની જાહેરાત બાદ પોરબંદર જિલ્લામાં નવા ચહેરા કે રીપીટ થીએરી?: ભારે ઉત્સુકતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ઃ પ્રદેશ ભાજપ દ્વારા અત્યાર સુધીમાં પોરબંદર સિવાય અન્ય જિલ્લાના નવા સંગઠનના હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં વિલંબ થઇ રહ્ના હોય જેને લઇને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્નાં છે ચર્ચા છ ે કે આ પાછળ જૂથવાદ કે દબાણની રાજનીતિ થઇ રહી છે. પોરબંદર જિલ્લા ભાજપ ટીમમાં નવા ચહેરા કે રીપીટ નામો તે અંગે ભારે ઉત્સુકતા છે.
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખની નિમણુંકને ઍક વર્ષ પુર્ણ થઇ રહ્નાં છે તાજેતરમાં ૭ થી ૮ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના નિમણુંક કરવામાં આવી છે ત્યારે પોરબંદર જિલ્લા ભાજપના નવા સંગઠન માટે ચર્ચા છે કે ઍક પૂર્વ નેતાનો આગ્રહ ઍવો છે કે તેના જૂથમાં નામની પસંદગી કરવામાં આવે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
