News of Thursday, 29th January 2026
બનો પોઝિટિવ, રહો પોઝિટિવઃ સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.
કાલાવડ (શિતલા) ખાતે દશ દિવસીય એકાંત મૌન સાધના પૂર્ણ વિનામૂલ્યે નેત્ર નિદાન-ઓપરેશનનો કેમ્પ યોજાયો

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પુજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબ દસ દિવસ ની ઍકાંત મૌન ધ્યાન સાધના પૂર્ણ કરી તા. ૨૮નાં પ્રથમં પ્રથમ દર્શન આપ્યાં અને આધ્યાત્મિક ભાવ ફરમાવેલ કે માનવ શરીર અનેક શક્તિઅોનું કેન્દ્ર છે નાડી જીવન ઉર્જાનો માર્ગ છે અને ચક્ર આપણા શરીરમાં જીવન ઊર્જાઅોના શુદ્ધિકરણ અને વિતરણ કેન્દ્ર છે. જ્યારે નાડીઅોમાં ઉર્જાનો પ્રવાહ અને ચક્રોમાં શુદ્ધિકરણ અને વિતરણની પ્રક્રિયા પૂર્ણ રૂપે થતી હોય છે ત્યારે આપણે દિવ્ય સ્વરૂપ પ્રા કરીઍ છીઍ. જા નાડીઅો કે ચક્રોમાં કોઈ અવરોધ ઊભો થાય તો વ્યક્તિ વિચલિત થઈ જાય છે. પોતાના દિવ્ય સ્વરૂપથી દૂર થઈ જાય છે.
અોમ ધ્વનિ, આસન, પ્રાણાયામ, ધ્યાનાદિ નો ઉદ્દેશ્ય નાડીઅો અને ચક્રોને શુદ્ધ રાખવાનો છે. જેથી વ્યક્તિ પોતાના દિવ્ય સ્વરૂપથી જાડાયેલ રહે. ચકોમાં ઉર્જા પ્રવાહ ની ઉણપ (અલ્પતા) વ્યક્તિનાં શારીરિક, માનસિક, મનોવિજ્ઞાનિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરે છે. અોમ્ ધ્વનિ માં કંપન નાં સાત સ્તર હોય છે, અને પ્રત્યેક કંપનનો ચક્ર અને નાડી નાં શુદ્ધિકરણ પર પ્રભાવ પડે છે. જેથી ઉર્જાનો પ્રવાહ વધે છે. માનવ દેહમાં ૭૨ હજાર નાડી અને ૧૧૪ ચક્ર છે. જે નાડીઅોના મળવાના સ્થાન છે, તેની ચક કહેવામાં આવે છે. આ સંગમ હંમેશા ત્રિકોણ સ્વરૂપે થાય છે. આમ તો ચક્ર નો અર્થ ગોળાકાર થાય છે, પરંતુ અહીં સંબંધ શરીરના ઍક ભાગથી લઈને બીજા ભાગ તરફ ગતિનો છે માટે ચક્ર કહે છે. પરંતુ વાસ્તવમાં તો ત્રિકોણ છે. ૧૧૪ ચક્રમાંથી ૧૧૨ શરીરની અંદર અને બે શરીરની બહાર હોય છે. ૭ મુખ્યચક્ર, ૨૧ લઘુચક ૮૬ સૂક્ષ્મ ચક્ર છે.
આપણે ઘણી વખત બોલતા હોઈઍ છીઍ અથવા તો કોઈકના મોઢે સાંભળતા હોઈઍ છીઍ કે, આ વ્યક્તિ ખૂબ જ સકારાત્મક છે, પેલી વ્યક્તિ ખૂબ જ નકારાત્મક છે.
પરંતુ શું આપણે કદી પણ વિચાયુ* કે, આ પ્રભાવ (રુજ્ઞ્ણુફૂ) હકીકતમાં શું હોય છે? દરેક વ્યક્તિના શરીરમાં, દેહની આસપાસ ઍક ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે. જે કોષોની અંદર ચાલતી ક્રિયા પ્રતિક્રિયાનું પરિણામ છે. આપણને આવતાં દરેક વિચારનાં કારણે મનમાં ઍક આવેગ સર્જાય છે. આ પ્રત્યેક આવેગની ઍક ફ્રીક્વન્સી ઍટલે કે, આવર્તન હોય છે. જેના સાથે તેમાં કંપન થાય છે. શરીરનાં આ પ્રભામંડળને આપણે આભા-અૌરા (ખ્્યર્શ્વી) તરીકે અોળખીઍ છીઍ. અૌરા ઍ બીજું કશું નહીં પરંતુ આપણા પોતાના જ વિચારોનું પરિણામ છે.
દિવ્ય ફાઉન્ડેશન મુંબઈ દ્વારા કાલાવડ શિતલા માં દિવ્ય સાધનાલયમાં આજ તા. ૨૮નાં માતુશ્રી વનિતાબન જયવંતભાઈ જસાણી પરિવાર ઘાટકોપર મુંબઇ દ્વારા શ્રી શારદા જહાટકિયા હોસ્પિટલ - ગોંડલ નાં સહયોગ થી વિના મુલ્યે નેત્ર નિદાન અને અોપરેશનનો મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ.
પૂજ્ય સદગુરૂદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબ તા. ૧૫ ફેબ્રુઆરી શિવરાત્રી રવિવારે ૧૩ મહિના ની અખંડ ઍકાંત મૌન સાધના નો પ્રારંભ કરે છે. ત્યારે દિવ્ય સાધનાલયમાં તા. ૧પ ફેબ્રુઆરીનાં આરાધના અનુમોદના અવસરનો કાર્યક્રમ રાખેલ છે. સર્વ જૈન સંઘો તથા શ્રાવક શ્રાવિકાઅોને સવારે ૮ઃ૩૦ થી ૧૨, યતિવર્ય પૂજ્ય શ્રી ગાંગજીવીરઋષિ સમાધિ મંદિર, શિતલા માતા મંદિર ની બાજુમાં, કાલાવડ શિતલા, જી.જામનગર ખાતે પધારવા આમંત્રણ પાઠવાયું છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
