News of Thursday, 29th January 2026
તાપતી વખતે મોબાઇલ ફોનમાં વાત કરતાં આરતીબેનનું દાઝી જવાથી મોત!
પગ શેકતા હોઇ કપડામાં ઝાળ અડી ગયાનું ધ્યાન ન રહ્યું: ટંકારા રહેતાં મુળ એમપીના મહિલાનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯: ટંકારાના ચાંચાપરમાં નસીબપર રોડ પર ફેક્ટરીમાં કામ કરતાં અને ક્વાર્ટરમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના દશરથભાઇ કદમના પત્નિ આરતીબેન (ઉ.વ.૫૫) ગેસના ચુલે તાપણું તાપતી વખતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું સારવાર દરમિયાન આજે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આરતીબેનને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. સગાના કહેવા મુજબ ગેસનો ચુલો ચાલુ કરીને આરતીબેન તાપતા હતાં. પગને તપાવતી વખતે મોબાઇલમાં કોઇનો ફોન આવતાં તે તેમાં વાત કરતાં હતાં. આ વખતે પગ બર્નર પાસે હોઇ પહેરેલા કપડાને ઝાળ લાગી જતાં દાઝી ગયા હતાં. આજે સવારે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
