<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

મોવાણ ગામના રામાપીરના થંભના ધાર્મીક કાર્યક્રમમાં દાગીનાની ચોરી કરતી રાજકોટની દાતનીયા ગેંગ ઝડપાઇ

ખંભાળીયા, તા.૨૯:  એકાદ મહિના પહેલા ખંભાળીયા તાલુકાના મૌવાણ ગામના પાટીયા પાસે રામાપીરના થંભના ધાર્મીક કાર્યક્રમમાં આવેલ શ્રધ્‍ધાળુ બહેનોના ગળામાં પહેરવાના સોનાના ચેન અને સોનાની માળાઓ ચોરી થયા અંગે ખેલાળીયા પોલીસ સ્‍ટેશન એ પાર્ટ  મુજબનો ગુનો નોંધાયેલ હતો.

હકિકત લ ચાર મહિલા અને એક પુરૂષને ખંભાળીયા ખામનાથ પુલ પાસેથી ઝડપી પાડી ઉક્‍ત ગુનામાં ગયેલ સોનાના ચેઈન નંગ- મળી કુલ કિ.રૂ. ૭,૬૭,૦૦૦/- ના મુદામાલ સાથે એ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરીખંભાળીયા પોલીસ સ્‍ટેશન ખાતે

(૧) લાભુબેન વા/ઓફ પોલાભાઇ કાંજીયા (દાતનીયા) રહે. મામાવાડી નવા ગામ, રાજકોટ (૨) પ્રભાબેન વા/ઓફ કિશનભાઇ સોલંકી (દાતનીયા) રહે. કુબલીયા પરા, રાજકોટ (૩) મીના વા/ઓફ જીવનભાઇ ભીખાભાઇ કાવઠીયા (દાતનીયા) રહે. કુબલીયા પરા, રાજકોટ (૪) જનાબેન વા/ઓફ અજિતભાઇ સોલંકી (દાતનીયા) રહે. કુબલીયા પરા, રાજકોટ (૫) બબલુ સ/ઓફ ધીરૂભાઇ રામસીંગભાઇ ઉઘરેજીયા (દાતનીયા) રહે. કુબલીયા પરા, રાજકોટને સોંપી આપી છે.

- મુદામાલઃ- (૧) સ્‍ત્રીને ગળામાં પહેરવાની સોનાની ફીશકઠી ડબલ સરની નંગ-૧, કિ.રૂ.૨,૨૦,૦૦૦/- (૨) સ્‍ત્રીને ગળામાં પહેરવાની સીનાની વર્ટીકલ માળા નંગ-૧, કિ.રૂ. ૧,૪૫,૦૦૦/- (૩) સ્‍ત્રીને ગળામાં પહેરવાની સોનાની વર્ટીકલ માળા નંગે-૧, કિ.રૂ. ૧,૪૫,૦૦૦/- (૪) સ્‍ત્રીને ગળામાં પહેરવાનો સૌનાનો પેડલ સાથેનો ચેઇન નંગ-૧; કિ.રૂ. ૧,૬૦,૦૦૦/- (૫) સ્‍ત્રીને ગળામાં પહેરવાનો સોનાનો ચેઇન નંગ-૧, કિ.રૂા.૯૭,૦૦૦/-મજકુર ઇસમો ધાર્મીક કાર્યક્રમોમાં આવતા શ્રધ્‍ધાળુ માણસોની ભીડનો લાભલઇ છુપી રીતે ધકામુકી કરી સ્‍ત્રીઓએ ડોકમાં પહેરેલ સોનાના દાગીના તેમને ખબર ના પડે રીતે કાઢી લઇ ગુનો આચરે છે.

તેમાં પ્રભાબેન કિશનભાઇ સોલંકી વિરૂધ્‍ધ દાખલ થયેલ ગુનાઓ  રાજકોટ જિલ્લાના થોરાળા પો.સ્‍ટે. ૦૫૪૪/૨૦૨૩ પ્રોહી કલમ - ૬૫(એએ) રાજકોટ જિલ્લાના થોરાળા પો.સ્‍ટે. ૦૫૪૪/૨૦૨૩ પ્રોહી કલમ - ૬૫(એએ) મીના જીવનભાઇ કાવઠીયા વિરૂધ્‍ધ દાખલ થયેલ ગુનાઓ - રાજકોટ જિલ્લાના લોધીકા પો.સ્‍ટે. ૦૩૫૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦અ રાજકોટ જિલ્લાના આજીડેમ પો.સ્‍ટે. ૦૦૫૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૧૨૦(બી), ૩૮૪, ૫૦૬(૧) જનાબેન અજિતભાઇ સોલંકી વિરૂધ્‍ધ દાખલ થયેલ ગુનાઓ -રાજકોટ સીટી-બી ડીવીઝન પો.સ્‍ટે. ૧૪૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ), ૧૧૪ મુજબ ના છે.

આ સમગ્ર કાર્યવાહીમાં  LCB PI  બી.જે.સરવૈયા, PSI  બી.એમ.દેવમુરારી, PSI એસ.વી.કાંબલીયા ASI મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા HC ગોવિંદભાઈ કરમુર, લાખાભાઇ પીંડારીયા, મુકેશભાઇ કેસરીયા, કુલદિપસિંહ જાડેજા, PC પ્રકાશભાઇ ચાવડા તથા ડ્રા. HO હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.

 

(12:23 PM IST)