News of Thursday, 29th January 2026
મોરબી -માળીયા પંથકમાં અલગ અલગ કુલ પાંચ પમૃત્યુના બનાવ.
મોરબીના રોયલપાર્કમાં અગાસી ઉપરથી પડી જતા યુવકનું મૃત્યુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી શહેરના નવલખી રોડ પર રોયલપાર્કમાં રહેતા તરુણભાઈ વાસુદેવભાઈ પંડયા ઉ.43 નામના યુવક ગઈકાલે સાંજે અગાસી ઉપર હતા ત્યારે અચાનક ચક્કર આવ્યા બાદ અગાસી પરથી નીચે શેરીમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા ટ્રક ચાલકનું ડમ્પરની ઠોકરે મોત.
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રક લઈને નીકળેલા ચાલક ટ્રક પાર્ક કરીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ડમ્પર ચાલકે હડફેટે લીધા હતા અને પેટના ભાગે ટાયર ફેરવી દેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો.
ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચીયા (ઉ.વ.૨૨) વાળાએ આરોપી અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટા બાપુ ,મહેશભાઈ દેશુરભાઈ બરબચીયા ટ્રક ડ્રાઈવિંગનો ધંધો કરતા હોય અને ગત તા. ૨૦ ના રોજ મોટા બાપુ મહેશભાઈ અને તેની સાથે ડ્રાઈવર અશોકભાઈ જોષી બંને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર રીજેનટા હોટેલ સામે રોડ પર ટ્રક પાર્ક કરી રોડ ક્રોસ કરતા હતા.
ત્રીજા બનાવમાં માળિયા સુરજબારી પુલ નજીક સાઈડ કાપવા જતા બોલેરો ટ્રક સાથે અથડાતા એકનું મોત.
બોલેરોમાં સવાર મહિલા સહીત ત્રણને ઈજા પહોંચી.
કચ્છ મોરબી હાઈવે પર સુરજબારી પુલથી માળિયા તરફ આવતા રોડ પર બોલેરો પીકઅપ ચાલક ઓવરટેક કરવા જતા બોલેરો ટ્રક સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં બોલેરોમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જયારે એક પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કરણભાઈ મથુંભાઈ હળવદીયા (ઉ.વ.૩૫) વાળાએ બોલેરો જીજે ૩૬ ટી ૩૨૮૮ ના ચાલક સુનીલભાઈ અજીતભાઈ હળવદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બોલેરો ચાલકે પોતાની બોલેરો પીકઅપ પુરઝડપે ચલાવી માળિયા કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પાસે આગળ જતા ટ્રકની સાઈડ કાપવા જતા બોલેરો ખાલી સાઈડ અજાણ્યા ટ્રક પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો.
અકસ્માતમાં ચાલકે પોતાને માથામાં અને છાતીના ભાગે ઈજા કરી તેમજ ફરિયાદી કરણભાઈ, ઘનશ્યામભાઈ હળવદીયા અને આકાશને ઈજા કરી હતી અને અન્ન નામના હિન્દી ભાષીને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
ચોથા બનાવમાં મોરબીમાં નવલખી રોડ પર ચક્કર આવતા અગાસી પરથી પડી જતા પ્રૌઢનું મોત.
મોરબીના નવલખી રોડ પર આવેલ રોયલ પાર્કમાં ઘરની અગાસી પર હોય દરમિયાન ચક્કર આવતા નીચે શેરીમાં પડી જવાથી એક પ્રૌઢને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર તરૂણભાઇ વાસુદેવભાઇ પંડીયા નામના પ્રૌઢ નવલખી રોડ રોયલ પાર્ક ખાતે આવેલ પોતાના ઘરનાં ધાબા પર હોય, કોઈ અગમ્ય કારણોસર ચક્કર આવતા તેઓ અગાસી ઉપરથી નીચે શેરીમાં પડી જવાથી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંચમા બનાવમાં મોરબીના સોખડામાં સિરામિકમાં કામ કરતી વખતે દીવાલ પરથી પડી જતા યુવાનનું મોત.
મોરબીના સોખડા ગામની સીમમાં મેટકસ મીનરલ LLP એલ.એલ.પી સીરામીક કંપનીમાં કામ કરતી વખતે દીવાલ પરથી પડી જતા ગંભીર ઈજાને કારણે યુવાનનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સોખડા ગામની સીમ મેટકસ મીનરલ LLP એલ.એલ.પી સીરામીક કંપનીમાં કામ કરતી વખતે દીવાલ પરથી પડી જતા ગંભીર ઈજાઓના કારણે સ્વરૂપભાઇ નાયકા ઉ.વ.૨૫ નું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
