News of Friday, 30th January 2026
ભાવનગરમાં ન્યાય સંમેલન અંગે કોળી સમાજની મીટીંગ યોજાય

બગદાણાના કોળી યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલ હુમલા બાબતે અને આ કેસમાં જયરાજ આહીર સામે મીઠી નઝર રાખનાર પોલીસ અધિકારી ઓ વિરુદ્ધ પગલા ભરવા સહિતની માંગ સાથે રવિવાર તા. ૧ના રોજ ન્યાય સંમેલન નું આયોજન કરાયું છે જે અંગે બોરતળાવ ઈશ્વરનગર ખાતે મિટિગ યોજાઈ હતી અને સંમેલનમાં જોડાવા આહવાન કરાયું હતું. દરમિયાન હાદાનગર અને આસપાસ વિસ્તારોમાં પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જે પૈકી અસામાજિક તત્વો એ કેટલાક પોસ્ટરો ઉખાડી નાખ્યા હતા. જેનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવને લઈ સમાજમાં રોષની લાગણી જોવા મળે છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
