<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રીબડાના અમીત ખુંટ આપઘાત કેસમાં રહીમ બે દિ'ના રીમાન્‍ડ પરઃ અનેક વિગતો ખુલે તેવી વકી

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૩૦: ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્‍દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી લીધા બાદ આ કેસ નાં તપાસનીસ જેતપુર પીઆઇ એ.ડી.પરમારે સાત દિવસ નાં રિમાન્‍ડ ની માંગ સાથે અત્રેની કોર્ટ માં રજુ કરતા કોર્ટે તા.૩૧ નાં બપોર સુધી મતલબ બે દિવસ નાં રિમાન્‍ડ મંજુર કર્યા છે.

અમીત ખુંટ આપઘાત કેસમાં કાવત્રાથી લઇ સમગ્ર ઘટનામાં રહીમ મકરાણીની મુખ્‍ય ભુમીકા હોય રીમાંન્‍ડ દરમ્‍યાન અનેક વિગતો બહાર આવવાની શકયતાઓ છે. રહીમ મકરાણી છેલ્લા આઠ મહીનાથી પોલીસ પક્કડથી દુર  અને નાશતો ફરતો હોય કોર્ટ દ્વારા તેને ભાગેડુ જાહેર કરાયો હતો.ત્‍યારે લોકલ ક્રાઈમ બ્રાંચે તેને જુનાગઢ તેના ઘરેથી જડપી લીધો હતો. પહેલેથી આ કેસ ની તપાસ ચલાવી રહેલા હાલ જેતપુર પીઆઇ એ.ડી.પરમાર ને રહીમ સોંપાયો હતો.

ઉલ્લેખનીય કે રાજકોટ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં દુષ્‍કર્મ અંગે જેના પર ફરિયાદ થયેલી તે રીબડાનાં અમીત ખુંટે  તા.૫/૫/૨૫ નાં પોતાની વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.અમીતે શ્‍યુસાઇડ નોટ માં દુષ્‍કર્મ ની ખોટી ફરિયાદ કરાઇ હોય મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદિપસિંહ સહિત નાં નામ લખ્‍યા હતાં.

ગોંડલ પંથકમાં ચકચારી બનેલા આ કેસમાં પોલીસ તપાસ દરમ્‍યાન અન્‍ય નામ પણ બહાર આવ્‍યા હતાં. જે પૈકી બનાવનાં આઠ મહીના થી નાશતો ફરતો રહીમ મકરાણી  પકડાયા બાદ રીમાન્‍ડ દરમિયાન તેની પુછતાછમાં ચૌકાવનારી વિગતો ખુલે તેવી વકી છે.(

(11:25 AM IST)