વિધાનસભાના દસ અગ્રણી કાર્યકર્તાને રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનમાં સ્થાન મળતા ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ખુશીનો માહોલ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૩૦ :.. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા જીલ્લા સંગઠન અને જીલ્લા મોર્ચાના પદાધિકારીના નામોની જાહેરાત કરવામાં આવી જેમાં ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારના દસ અગ્રણી કાર્યકર્તાને જીલ્લામાં સ્થાન આપવામાં આવ્યું જેમાં જીલ્લા મહામંત્રી પદ પર રવિભાઈ માકડીયા, ઉપપ્રમુખ પદ પર જયેશભાઈ ત્રિવેદી, રેખાબેન ડાભી, રાજુભાઈ બાલધા, જીલ્લા મંત્રી પદ પર અનીતાબેન ચોહાણ, જીલ્લા કિશાન મોર્ચાના પ્રમુખ પદ પર મયુરભાઈ શીંગાળા, જીલ્લા યુવા મોર્ચાના મહામંત્રી પદ પર સુરજભાઈ ડેર, જીલ્લા બક્ષી મોર્ચાના મહામંત્રી પદ પર રમેશભાઈ ગર, જીલ્લા અનુસુચિત જાતિ મોર્ચાના મહામંત્રી પદ પર બાલુભાઈ વિંઝુડા, જીલ્લા લઘુમતિ મોર્ચાના મહામંત્રી પદ પર સબ્બીરભાઈ ગરાણા ની પદાધિકારી તરીકે નિયુક્તિ થતા ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આ તકે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો મનસુખભાઈ માંડવિયા અને ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો મહેન્દ્રભાઈ પાડલીયા દ્વારા તમામ પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતીવધુમાં આ તકે ઉપલેટા નગરપાલીકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ધોરાજી નગરપાલીકા પ્રમુખ પારૂલબેન ધોળકિયા, ભાયાવદર નગરપાલીકા પ્રમુખ રેખાબેન સીણોજીયા, ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વડાલીયા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન હુંબલ, જીલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, ભાનુબેન બાબરીયા, ગીતાબેન ચાવડા, જેન્તીભાઈ બરોચીયા, મીરાબેન ભાલોડીયા, મંડલ ઙ્કમુખ, મયંકભાઈ ધીંગાણી, કૌશિકભાઈ વાગડીયા, હિતેષભાઈ વાઘમશી, ધવલભાઈ ધમસાણીયા, તેમજ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, વિનુભાઈ ચંદ્રવાડિયા, દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, રાજશીભાઈ હુંબલ, કિરીટભાઈ પાદરીયા, સંજયભાઈ માકડીયા, નરશીભાઈ મૂંગલપરા, હરિભાઈ ઠુંમર, જયસુખભાઈ ઠેસીયા, વિનુભાઈ માથુકીયા, નીલેશભાઈ કણસાગરા, હરકીશનભાઈ માવાણી, રસીકભાઈ ચાવડા, હરસુખભાઈ માકડીયા વગેરે આગેવાનોએ અભિનંદન પાઠવીયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
