તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
વઢવાણમાં ઠંડી વચ્ચે ચણોઠી ખીલી ઉઠી...

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: વઢવાણ તાલુકામાં કાતિલ ઠંડી વચ્ચે આર્યુવેદિક ઉપચારમાં અત્યંત ઉપયોગી એવી ચણોઠી ખીલી ઉઠી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાગ્યે જ હવે કોઈ સ્થળો ઉપર ચણોઠીના ઝાડ બચ્યા છે. પહેલાના સમયમાં ચણોઠી એક આર્યુવેદિક તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી અને ખેડૂતો પણ પોતાના ખેતરના શેઢે ચણોઠીના ઝાડનું વાવેતર કરતા અને તેનો ઉપયોગ પણ કરતા ત્યારે હવે વઢવાણ તાલુકામાં ગણ્યા ગાંઠિયા ખેડૂતોના ખેતરમાં આ ઝાડ જોવા મળતા હોય છે ત્યારે શિયાળાની ઠંડી વચ્ચે ચણોઠી સોળેકળાએ ખીલી છે મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે આ ચણોઠી ના પાન ચાવવા અથવા તેનો રસ લેવાના કારણે તેમાં રાહત મળે છે વાળની સમસ્યા હોય ખંજવાળ ઘા ચામડીના રોગો શ્વાસ ઉધરસ શરદી તાવ કમળો અન્ય રોગોમાં પણ ચણોઠી ખૂબ ઉપયોગમાં આવતી હોય છે પરંતુ તે પાકયા પછી તેનો ઉપયોગ કરવા અને આર્યુવેદિક ડોક્ટરની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવા હર હંમેશ પહેલા આપવામાં આવતી હોય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
